(એજન્સી) તા.૧૬
ભાજપના વરિષ્ઠ નેતા જુઆલ ઓરમે વિજય માલ્યાને ‘સ્માર્ટ’ ગણવાતું નિવેદન કરતાં શિવસેનાએ સોમવારે કહ્યું હતું કે ભાજપે આ દારૂ ઉદ્યોગના મંધાતાને ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા જોઈએ. શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં કહ્યું હતું કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ભાષણોમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડવાની વાતો કરે છે. જ્યારે બીજી તરફ તેમની પાર્ટીના નેતાઓ મની લોન્ડરીંગ કેસોના ભાગેડુઓને તેમના આદર્શ માને છે. ઓરમના નિવેદનની નિંદા કરતાં શિવસેનાએ કહ્યું હતું કે ઓરમે કોઈક રીતે ભાજપનો વાસ્તવિક ચહેરો જાહેરમાં લાવી દીધો છે. જે લોકો રાહુલ ગાંધી અને શશી થરૂરના મુસ્લિમો વિશે મંતવ્યો પર વાત કરે છે. તેમણે ભાજપના નવા બ્રાન્ડ એમ્બેસેડર વિજય માલ્યા વિશે પણ બોલવું જોઈએ.