(એજન્સી) મુંબઈ, તા.૩૦
પેટાચૂંટણીઓમાં ઈવીએમમાં ખામી બહાર આવ્યાના સમાચારો વચ્ચે શિવસેના ચૂંટણીપંચની ઝાટકણી કાઢતા તેને રાજનૈતિક પક્ષની ‘તવાયફ’ ગણાવી હતી. ૧૦ રાજ્યોમાં યોજાયેલ પેટાચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટ મશીન ખોટકાવવાના સમાચારો બાદ દેશની વિવિધ રાજનૈતિકપણે ચૂંટણી પંચની ટીકા કરી રહ્યા છે ત્યારે શિવસેનાના પ્રવકતા સંજય રાવતે કહ્યું કે, અમારા લોકોને પલધાર પેટાચૂંટણીમાં ભાજપના લોકોને પૈસા વહેંચતા રંગે હાથ પકડયા છે પરંતુ ચૂંટણીપંચ આ અંગે કોઈ પગલાં લઈ રહ્યું નથી. સમગ્ર દેશમાં ચૂંટણીપંચની નિષ્ફળતા સૂચિત કરે છે કે, તે એક રાજનૈતિક પક્ષની ‘તવાયફ’ તરીકે કામ કરે છે. લોકોનો મતદાન પ્રણાલિ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. પાલધર મતવિસ્તાની મતગણતરી ૩૧ મેના રોજ યોજાનાર છે. આ ચૂંટણી પહેલાં જ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે વીડિયો પ્રસારિત કર્યો હતો જેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના કાર્યકર્તાઓને તમામ જોર લગાવી પાલધર બેકઠ પર વિજય મેળવવા સૂચન કરી રહ્યા છે. જો કે ભાજપે આ વીડિયો ટેમ્પર કરાયેલો હોવાનો આરોપ મૂકયો હતો.