(એજન્સી) મુંબઇ, તા. ૨૦
શિવસેનાએ મોદી સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું કે કાશ્મીરનો પ્રશ્ન હોય કે જનતાના સારા દિવસોનો, લોકોને સ્વપ્તન દેખાડવાનો હોય કે મોંઘવારીનો, બધા સ્તરે જનતાની પીઠમાં માત્ર છરો ભોંકવામાં આવ્યો છે. આજે સત્ય બોલવું દેશદ્રોહ થઇ જાય છે પરંતુ વિશ્વાસઘાત કરવો અને જનતા સાથેલોકસભામાં મોદી સરકાર સામે અવિશ્વાસના પ્રસ્તાવ પર વોટિંગની પ્રક્રિયાની ઠીક પહેલા શિવસેનાએ જાહેર કર્યું છે કે તે વોટિંગ પ્રક્રિયાની બહાર રહેશે. શિવસેનાના આ પગલા પછી એનડીએની સંગઠિતતા સામે ગંભીર પ્રશ્નો ઉભા થઇ ગયા છે. શિવસેનાએ ભાજપ સામે વિશ્વાસઘાત અને ચૂંટણીઓ દરમિયાન અઢળક ધન અને સરકારી તંત્રનો દુરૂપયોગ કરવાનો પણ આરોપ મુક્યો છે. શિવસેનાએ જણાવ્યું કે વિપક્ષ દ્વારા મોદી સરકાર સામે લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ સરકાર ઉથલાવવા માટે નહીં પરંતુ મોદી સરકારને આરોપીના કઠેડામાં ઉભા કરીને તેની ચામડી ઉતારવા માટે છે. અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ૧૮ સાંસદોવાળી શિવસેનાએ એનડીએમાં તિરાડનો પણ મુદ્દો ઉઠાવ્યો અને જણાવ્યું કે એવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે શું અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન વિપક્ષની એકતા દેખાશે ? પરંતુ આ જ પ્રશ્ન એનડીએના કેટલાક સાથીઓને પણ પૂછી શકાય છે. ભાજપનો પોતાનો આંકડો ઉંચો છે પરંતુ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરનાર તેલગુ દેશમ પાર્ટી કાલ સુધી અનેડીએનો હિસ્સો હતી પછી તે શા માટે અલગ થઇ ગઇ ? અન્યોની વાત છોડો, ભાજપને ખરાબ સમયમાં સાથ આપનાર શિવસેના પણ કાગળ પર જ એનડીએ સાથે છે. શિવસેનાએ કહ્યું કે ભાજપ પાસે બહુમતી પુરવાર કરવા માટે જરૂરી આંકડો હોવાથી મતદાન બાદ સરકાર ભાંગી પડશે, તેના વિશે કોઇ વિચાર કરી રહ્યો નથી. રાજનીતિમાં સૈન્યનો આત્મવિશ્વાસ વધારવા માટે યુદ્ધ પહેલા ઘણી ગર્જનાઓ કરવી પડે છે.