(એજન્સી) મુંબઈ, તા. ૨૫
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના બીજા કાર્યકાળ માટે દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રી અને અજીત પવારે ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે ફરીથી શપથ લેવાના બે દિવસ બાદ સેના-એનસીપી અને કોેંગ્રેસની આગેવાનીવાળી રાજ્ય સરકાર માટે અજીત પવારને ૨.૫ વર્ષ મુખ્યમંત્રી પદ આપવા માટે શિવસેના તૈયાર થઇ ગયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. દરમિયાન સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવા અંગેના રાજ્યપાલ ભગતસિહ કોશિયારીના નિર્ણય અંગે સુનાવણી થઇ હતી અને તેણે મંગળવારે ૧૦.૩૦ વાગે આ અંગે નિર્ણય આપવાનો સમય આપ્યો છે. સુપ્રીમ આ સાથે જ દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારના મુખ્યમંત્રી તથા ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ અંગે પણ ચુકાદો આપશે. સેના-કોંગ્રેસ અને એનસીપીની મહારાષ્ટ્રમાં તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરાવવા માટેની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટ રવિવારે પણ ચાલુ રહી હતી. ત્રણેય પક્ષોએ આરોપ લગાવ્યો છે કે, રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન હટાવવા અને દેવેન્દ્ર ફડનવીસ તથા અજીત પવારને મુખ્યમંત્રી તથા ઉપમુખ્યમંત્રી તરીકે શપથ અપાવવા અગે ખોટો નિર્ણય લીધો છે.