(એજન્સી) મુંબઈ, તા.ર
અત્રે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કરેલ મુલાકાત બાદ રાજકીય ક્ષેત્રે અટકળોને વેગ મળ્યો હતો. મુંબઈમાં એક હોટલમાં રોકાયેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની બપોરે ઉદ્ધવ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરેએ મુલાકાત લીધી હતી. નોટબંધી સહિત વિવિધ મુદ્દે ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજી ભાજપ અને મોદી સરકાર સામે હોબાળો મચાવી રહ્યા છે. બેનરજી મંગળવારે મુંબઈ આવ્યા હતા જેઓ આવતીકાલે કોલકાતા જશે. તેઓ અત્રે ટોચના ઉદ્યોગપતિઓ, બેન્કરોને મળ્યા હતા. બંગાળમાં જાન્યુઆરીમાં યોજાનાર બેંગાલ ગ્લોબલ બ્યુઝિનેસ સમીરની પૂર્વ સંધ્યાએ અત્રે આવ્યા હતા. શિવસેનાએ નોટબંધીના મુદ્દે ગયા વર્ષે મમતા બેનરજીના પક્ષ સાથે મળી ભાજપનો મુકાબલો કર્યો હતો. સેના પ્રમુખ ઠાકરેએ કહ્યું કે જો મોદીએ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે ગયા વર્ષે બેઠક કરી જેમાં કંઈ ખોટું ન હોય તો સેનાની બેનરજી સાથે કટોકટીના મુદ્દાઓ અંગે બેઠક યોજવામાં કંઈ જ ખોટું નથી.