(એજન્સી) મુંબઈ, તા.રપ
શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં શુક્રવારે સંપાદ ભાજપ પર તીવ્ર પ્રહારો કર્યા હતા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઢોંગી કહ્યા હતા. શિવસેનાએ કહ્યું કે કોંકણની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ક્ષેત્રમાં ભાજપે અફઝલખાનની દૃષ્ટિકોણ અપનાવી શિવસેના વિરૂદ્ધ આ સીટ પર એનસીપીપીને ખુલ્લું સમર્થન ન આપી શિવસેના પ્રમુખની પીઠમાં ખંજર ભોંક્યું છે. ઘાત, વિશ્વાસઘાત, ખંજર ભોંકવું વગેરે શબ્દો યોગી અને દેવેન્દ્ર ફડણવીસને શોભતા નથી. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગીએ બુધવારે મહારાષ્ટ્રના પાલઘરમાં એક જનસભા સંબોધતા શિવસેના પર ભાજપની પીઠમાં અંજર ભોંક્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું હતું કે, પાલઘર લોકસભા સીટ પર દિવંગત સાંસદ ચિંતાગમન વાંગાના પુત્રને હટાવીને શિવસેનાએ ભાજપ સાથે વિશ્વાસ કર્યો છે. આની પ્રતિક્રિયામાં શિવસેનાએ સંપાદકીયમાં કહ્યું કે, કોંકણ નાસિકમાં એનસીપીને ભાજપે ખુલ્લો ટેકો આપ્યો એ કોની પીઠમાં ખંજર હતું ? અફઝલખાને શિવાજીની પીઠમાં ખંજર ભોંક્યું હતું. યોગી આદિત્યનાથ જેવા લોકો મહારાષ્ટ્રમાં આવીને પ્રવચન આપે છે અને મરાઠાઓ માટે છત્રપતિ શિવાજી શું મહત્ત્વ ધરાવે છે એ શીખવાડે છે અને પગમાં ખડાઉરૂપી ચંપલ પહેરીને શિવાજીને પુષ્પમાળા અર્પિત કરે છે. આના પર ભાજપનો શું જવાબ છે ? શિવાજીના આ અપમાનને જોઈને અફઝલખાન પણ ખુશીથી નાચતો હશે. તેમણે કહ્યું કે, જે લોકો શિવાજીને હાર અર્પણ કરતા પહેલાં પોતાના પગની ચંપલો ઉતારી શકતા નથી. એમની પાસેથી શું અપેક્ષા રાખી શકાય ? શિવસેનાએ કહ્યું કે પાલઘરમાં સો નંબરના કોંગ્રેસવાળા રાજેન્દ્ર ગાવિતને ઉમેદવારી આપવી અને એના પ્રચાર માટે આવીને શિવસેના વિરૂદ્ધ બોલવું પીઠમાં ખંજર ભોકવું નહીં તો શું કહેવાય ?