આપણે ત્યાં તાપમાનનો પારો બે આંકડાથી નીચે જાય તો ઠંડીથી ઠૂંઠવાઈ જઈએ છીએ પણ અમેરિકાના શિકાગો જેવા શહેરોમાં પારો શૂન્યથી પણ ક્યાંયે નીચે જતો રહે છે અને ચારેકોર બધું થીજી જાય છે પરંતુ જિંદગી થીજતી નથી પણ ખીલતી જાય છે. શિકાગો જેવા શહેરોમાં શિયાળો ઘરમાં પૂરાઈ રહેવાનો નહીં પણ માણવાનો અવસર મનાય છે. એટલે જ આવી હાડ થીજાવી દેતી ઠંડીમાં એવી જાતજાતના રમતોત્સવો અને ઈવેન્ટ જામી ગયેલા બરફમાં પણ યોજાય છે. આવા જ પ્રકારની એક પોલાર બેર પ્લંગ ઈવેન્ટ માટે અત્યંત ઠંડા પાણીમાં ખુલ્લા ડીલે અને ખુશખુશાલ રીતે પ્રેક્ટિસ કરી રહેલો તરવરાટભર્યો તરવૈયો પ્રસ્તુત તસવીરમાં નજરે પડે છે.