(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૭પમી જયંતી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, લોકસભા અધ્યક્ષ એમ.બિડલા, લાલકૃષ્ણ અડવાણી, ગુલામનબી આઝાખ અને અનેક સાંસદોએ તેમની ૭પમી જયંતીના અવસર પર તેમને સંસદ ભવનમાં શ્રદ્ધાંજલિ આપી. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે ૭૪મી જયંતી છે. આ અવસર પર પોતાના પિતાને યાદ કરતાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે, લોકો દ્વારા મારી વિરૂદ્ધ કહેવામાં આવી રહેલી વાર્તાઓને સાંભળવા અને તેને પોતાના હૃદયમાં સ્થાન આપવાની કળા મેં પોતાના પિતા પાસેથી શીખી છે. તેમણે જણાવ્યું કે, મુશ્કેલ માર્ગમાં પણ હસતા રહેવું પણ મારા પિતાએ જ મને શીખવ્યું છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૭પમી જયંતી પર રાયપુરમાં સદભાવના દોડનું આયોજન કરવામાં આવ્યું. છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે લીલી ઝંડી બતાવી હરિફાઈની શરૂઆત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વીટ કરી લખ્યું કે આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન પ્રણવ મુખરજીએ પણ રાજીવ ગાંધીની ૭પમી જન્મજયંતી પર તેમની સમાધિ વીરભૂમિ પર શ્રદ્ધાંજલિ આપી તેમજ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે શ્રદ્ધાંજલિ આપી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ, અહેમદ પટેલ અને ભૂપિન્દરસિંહ હુડાએ તેમની સમાધિ વીરભૂમિ જઈને શ્રદ્ધાંજલિ આપી. આ અવસર પર રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આજે આપણે દેશભકત અને દુરદર્શી રાજીવ ગાંધીની ૭પમી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ. જેમની દુરદર્શી નીતિઓએ ભારતના નિર્માણમાં મદદ કરી. મારી માટે તે એક પ્રેમ કરનારા પિતા હતા જેમણે મને શીખવ્યું હતું કે આપણે કોઈનાથી નફરત કરવી જોઈએ નહીં તેમણે મને આ જ શીખવ્યું કે બધાને પ્રેમ કરો અને બધાને માફ કરો. આ અવસર પર કોંગ્રેસ આ અઠવાડિયે સંપૂર્ણ દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે જેમાં વડાપ્રધાન તરીકે તેમની ઉપલબ્ધિઓ અને યોગદાન યાદ કરવામાં આવશે. કોંગ્રેસે ટ્વીટ કરી કે ભારતની શક્તિ વિવિધતામાં એકતા છે. આજે આપણે રાજીવ ગાંધીને તેમની ૭પમી જયંતી પર યાદ કરી રહ્યા છીએ. જે વાતો તેમણે પહેલાં કરી હતી તે આજે પહેલાં કરતાં પણ વધુ પ્રાસંગિક છે. આજે સાંપ્રદાયિક શક્તિઓ આપણી એકતાને તોડવા ઈચ્છે છે પરંતુ આપણે દરેક સ્થિતિમાં તેમને હરાવવાના છે.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, લોકસભા અધ્યક્ષ સહિત અનેક નેતાઓએ સંસદ ભવનમાં આપી શ્રદ્ધાંજલિ

Recent Comments