ઓડેંસે, તા.ર૩
ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંતે એકતરફી મુકાબલામાં ૭,પ૦,૦૦૦ ડોલર ઈનામી રકમવાળી ડેનમાર્ક ઓપનની ફાઈનલમાં કોરિયાના લી હ્યુન ઈલને સીધી ગેમમાં હરાવી પોતાનું ત્રીજી સુપર સીરીઝ પ્રીમીયર ટાઈટલ જીત્યું. આ વર્ષે ઈન્ડોનેશિયા ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઈટલ જીતનાર આઠમાં ક્રમાંકના શ્રીકાંતે ઓડેંસ સ્પોર્ટસ પાર્કમાં પોતાનાથી ૧ર વર્ષ સિનિયર લીને ફક્ત રપ મિનિટમાં ર૧-૧૦, ર૧-પથી પરાજય આપ્યો શ્રીકાંતનું આ ત્રીજી સુપર સીરીઝ પ્રીમિયર ટાઈટલ છે તેણે આ પહેલા ર૦૧૪માં ચીન ઓપન જ્યારે આ વર્ષે ઈન્ડોનેશિયા ઓપનનું ટાઈટલ જીત્યું હતું શ્રીકાંતે પોતાનાથી વધારે અનુભવી ૩૭ વર્ષના લીને કોઈ તક આપી નહીં.