નવી દિલ્હી, તા.૧૧
શુક્રવારે આઈપીએલના બીજા ક્વોલિફાયર મેચમાં ધોનીની આગેવાનીમાં સીએસકેએ દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હાર આપીને આઠમી વખત ફાઈનલમાં સ્થાન બનાવ્યું. દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે હાર માટે બેટ્સમેનો પર દોષનો ટોપલો ઠાલવ્યો હતો, જોકે તેમણે એ પણ કહ્યું કે તેમના માટે આ સીઝન શાનદાર રહી.
મેચ બાદ અય્યરે કહ્યું, “સાચુ કહું તો આ વિકેટ એટલી મુશ્કેલ ન હતી. અમારી શરૂઆત નિરાશાનજક રહી. અમે પાવરપ્લેમાં જ બે વિકેટ ગુમાવી દીધી, જેમાંથી બહાર આવવું મુશ્કેલ હતું. તેમની પાસે શાનદાર સ્પિનર છે. કોઈપણ બેટ્સમેન ઇનિંગને આગળ ન લઈ જઈ શક્યો અને સારી ભાગીદારી ન કરી શક્યા.’
અય્યરે બેટ્સમેનો પર ગુસ્સો ઠાલવતા કહ્યું કે, ‘કોઈપણ બેટ્સમેને ટીમને સંભાળવા અને અંત સુધી ઉભા રહેવાની પહેલ ન કરી. ભાગીદારી ન બની શકી, આ અમારા માટે નિરાશાજનક છે, પરંતુ આમાથી ઘણું શીખી શકાય છે.’
ચેન્નાઈ સામે હારતાં દિલ્હીના કેપ્ટન અય્યરે બેટ્સમેનો પર દોષનો ટોપલો ઠાલવ્યો

Recent Comments