મુંબઇ, તા.૨ર
ભારતીય ટીમના યુવા બેટ્‌સમેન શ્રેયસ અય્યર હાલ ચર્ચામાં છે, વેસ્ટ ઇન્ડિઝ સામે વનડેમાં જબરદસ્ત પ્રદર્શન કરીને સૌની નજરે ચઢેલા શ્રેયસ અય્યરે એક મોટી વાત કહી છે, શ્રેયસ અય્યરનું કહેવું છે કે, જ્યારે ટીમ દબાણમાં હોય ત્યારે મને બેટિંગ કરવાનું ખુબ ગમે છે.
ઉલ્લેખનીય છે કે, શ્રેયસ અય્યરે વનડે સીરીઝમાં બીજી વનડેમાં ૭૧ અને ત્રીજી વનડેમાં ૬૫ રનની શાનદાર ઇનિંગ રમી હતી, શ્રેયસ અય્યરની બેટિંગ જોઇને કેટલાય દિગ્ગજોએ તેને નંબર ૪ પર બેટિંગમાં ઉતારવાની માંગ કરી હતી.
૨૪ વર્ષીય ટીમ ઇન્ડિયાના બેટ્‌સમેન શ્રેયસ અય્યરે બેટિંગને લઇને રાજ ખોલ્યુ છે, ચહલ ટીવી પર શ્રેયસ અય્યરે કહ્યું કે, હું બહુજ ખુશ છું, મને ત્યારે પ્રદર્શન કરવાનું સારૂ ગમે છે, જ્યારે ટીમ ટેન્શનમાં હોય, ડ્રેસિંગ રૂમમાં ટેન્શન છવાયેલું હોય, મને પ્રેશરમાં બેટિંગ કરવાની વધુ ગમે છે.