(એજન્સી) માઉન્ટ મોંગનુઈ, તા.૧૧
ભારતીય બેટ્‌સમેન શ્રેયસ અય્યરે ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ત્રીજી વન-ડેમાં શાનદાર અર્ધશતકીય ઈનિંગ રમી. શ્રેયસે અત્યાર સુધી ૧૭ વન-ડે મેચોમાં ૪૯થી વધુની સરેરાશથી એક સદી અને આઠ અર્ધસદી ફટકારી છે. આ દરમ્યાન તેનો સ્ટ્રાઈક રેટ સારો થતો રહ્યો છે. ત્રીજી વન-ડેમાં અર્ધસદી ફટકારી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઈયાન ચેપલને પાછળ પાડી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વન-ડે ઈન્ટરનેશનલમાં પ૦+ સ્કોર બનાવવાના મામલામાં શ્રેયસ અય્યરની ટકાવારી સૌથી વધારે છે. આ મામલામાં તેણે ઈયાન ચેપલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. ઓછામાં ઓછી ૧૦ ઈનિંગો રમ્યા બાદ તેણે પ૬.રપ ટકા પ૦+ સ્કરો બનાવ્યો છે. શ્રેયસે ખૂબ જ ઓછા સમયમાં નંબર ૪ માટે પોતાનો દાવો મજબૂત કરી દીધો છે. તેની ઈનિંગો જોઈને લાગે છે કે, ભારતની નંબર ૪ પોઝીશનની સમસ્યાનું સમાધાન હવે થઈ ગયું છે