(એજન્સી) કોલંબો,તા.૧૮
શનિવારે શ્રીલંકામાં યોજાયેલ રાષ્ટ્રપતિપદની ચૂંટણીના મતદાન સમયે ઉત્તર શ્રીલંકાના મુસ્લિમ મતદારોને લઈ જતી બસ પર હુમલાખોરોએ ગોળીબાર કર્યા હતા તેમજ તેમને કલાકો સુધી રોકી રાખી પરેશાન કરાયા હોવાની કાર્યકરોએ ફરિયાદ કરી છે. પશ્ચિમના તટીય શહેર પુટલામથી ર૦૦ બસો ભરીને મતદારોને મન્નાર જિલ્લામાં લઈ જવાતા હતા. તેમની બસો પર પથરાવ કરાયો હતો. તેમજ ગોળીબારો કરાયા હતા. જેમાં કોઈ જાનહાનિના સમાચારો નથી. બસો પર તનતીરીમાલા માર્ગ પર પથરાવ કરાયો હતો પરંતુ તેમને મન્નાર છોડતાં રોકી દેવાયા હતા. મતદાન કર્યા બાદ તેમને મન્નાર ખાતે બે કલાકથી વધુ સમય સુધી પાણી અને ખોરાક વગર અટકાયતમાં રખાયા હતા તેમ માનવ અધિકાર કાર્યકર શ્વીનસરૂરે જણાવ્યું છે. પોલીસે કહ્યું કે તેમને ચૂંટણી પંચના હુકમથી અટકાયતમાં રખાયા હતા. કદાચ તેમને પુનઃ મતદાન કરવાની જરૂર જણાય. આ મતદારો મન્નાર અને પટલામ બન્ને શહેરોની મતદાર યાદીમાં નોંધાયેલા છે. આ તંત્રનો ગોટાળો છે. બસોને પુનઃ જવા દેવાની છૂટ મળ્યા બાદ તેને અનુરાધાપુર નગર ખાતે પોલીસે રોકી હતી. બસોની સલામતી સામે જોખમ હોવાથી ૪ વાગ્યા સુધીમાં એસ્કોર્ટ અપાયા બાદ રવાના કરાશે. ચૂંટણી પંચની દખલ બાદ બસોને રવાના કરાઈ હતી.