(એજન્સી) માંડવી, તા. ૨
સુરત જિલ્લામા માંડવીમા ચૂંટણી રેલીને સંબોધિત કરવા માટે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નજીકના મંદિરની મુલાકાત લીધા બાદ કહ્યું કે શું મંદિર માટે માટે ઓફ લિમિટ છે. તેમણે કહ્યું શુ મારે માટે મંદિર જવું ઓફ લિમિટ સમાન છે. ગુજરાત મુલાકાતના અત્યાર સુધીના ત્રણ દિવસમાં રાહુલે રાજ્યના વિવિધ મંદિરોમાં સંખ્યાબંધ ફોટો અપ કર્યાં છે. રાહુલે દ્વારકા અને ચોટીલા મંદિરની પણ મુલાકાત લીધી છે. આલોચકોનો આક્ષેપ છે કે ગાંધી સોફ્ટ હિન્દુત્વનો સહારો લઈ રહ્યાં છે. આ પહેલા ગુજરાતની એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણા મંત્રી જેટલી પર આકરો પ્રહાર કરતાં કહ્યું કે તમારી નોટબંધી, જીએસટીએ સરળ વેપારને બર્બાદ કરી નાખ્યો.
જેટલીને નિશાન બનાવતાં રાહુલે કહ્યું કે સમગ્ર દેશ ચીસો પાડીને કહેશે ભારતમાં વેપાર કરવો હવે સરળ રહ્યો નથી. ગુજરાતમાં કોંગ્રેસના સોશીયલ મીડિયાની આગેવાની કરી રહેલા રોહન ગુપ્તાએ કહ્યું કે અમારો પ્રચાર કોઈ એક ચોક્કસ સમૂદાય સુધી સીમિત નથી આ આર્થિક મોરચે કે જનસંખ્યા આધારિત છે. ગુજરાતની લગભગ ૬૫ ટકા વસતી નોકરી માટે ભૂખી છે. રાહુલ ગાંધીએ યુવાનો પર પાર્ટીની દોરવણી કરી છે.