(એજન્સી) તા.૧૦
જો તમારું બાળક અસ્થમાથી પીડાતું હોય તો તમે તેને હરિયાળા માહોલમાં લઈ જશો એવું તાજેતરમાં એક અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે. આ અભ્યાસના પરિણામો પરથી એવો નિર્દેશ મળ્યો છે કે, બગીચાની નિકટ રહેવાથી અસ્થમાથી પીડાતા બાળકોને લાભ થાય છે. આ અભ્યાસમાં શહેરની અંદર રહેતા અસ્થમાથી પીડાતા બાળકો અને તેમના ઘરથી દૂર પરંતુ નજીકના બાગબગીચામાં વસવાથી બે સપ્તાહના સમયગાળાના જે લક્ષણો જોવા મળ્યા તેનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યા હતો.
અગાઉના અભ્યાસ દ્વારા એવું જાહેર થયું હતુંં કે યોગા અને સોલ્ટ થેરેપીથી રાહત થઈ શકે છે. આ અભ્યાસ જ્હોન હોફકિન્સ યુનિવર્સિટીના કેલી દ પ્રિસ્ટ અને મુખ્ય સંશોધક ડો. અર્લિન બત્ઝ અને બાલ્ટીમોર યુએસએની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા યુરોપિયન રેસ્પરેટરી સોાસાયટી ઈન્ટરનેશનલ કોંગ્રે્રેસ ૨૦૧૭ ખાતે હાથ ધરીને તેનો અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે.
અભ્યાસના પ્રસ્તુતકર્તા જ્હોન હોફકિન્સ યુનિવર્સિટીના કેલી દ પ્રિસ્ટે જણાવ્યુંં હતુંં કે, શહેરના પર્યાવરણમાં વસતા બાળકોને અસ્થમા થવાનું જોખમ વધે છે. જેમાં ખાસ કરીને વાયુ પ્રદૂષણના કારણે અસ્થમામાં વધારો થાય છે. સંશોધક ટીમે આ અભ્યાસના ભાગરૂપે ૩થી ૧૨ વર્ષની ઉંમરના ૧૯૬ બાળકોના માતા-પિતા સાથે મુલાકાત કરી હતી.
તેમણે તેમને પૂછ્યું હતું કે શ્વાસ રૂંધાવો, છાતીમાં દુઃખાવો અને સસણી જેવા લક્ષણો સાથે બાળકને કેટલા દિવસ સામનો કરવો પડ્યો હતો ? સાથે સાથે તેમણે બાળકના નિવાસસ્થાનના સરનામા અને નજીકના હરિયાળા સ્થળ વચ્ચેના અંતરનું મેપિંગ કર્યું હતું, જેમાં એવું બહાર આવ્યું હતું કે બગીચાની નજીક રહેતા બાળકોને અસ્થમાની તકલીફ હળવી થવા લાગી હતી.