(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧પ
કર્ણાટકના વિદાય લેતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બે બેઠકો ઉપર ઉમેદવારી કરી હતી. જેમાંથી એક બેઠક બદામી ઉપરથી જીત્યા હતા અને બીજી બેઠક ચામુંડેશ્વરીની હતી જેમાં એ હાર્યા છે. સિદ્ધારમૈયાએ ભાજપના બી. શ્રીરામુલુને હરાવ્યું છે. આ બેઠક બગલકોટ જિલ્લામાં આવેલ છે જે કર્ણાટકમાં મુંબઈ-કર્ણાટકા ક્ષેત્ર તરીકે ઓળખાય છે. એમને શંકા હતી કે એ ચામુંડેશ્વરીથી કદાચ હારી જાય એ માટે એમણે બદામીમાંથી પણ ઉમેદવારી કરી હતી. એમણે પોતાના હરીફ ભાજપના રામુલુને ફક્ત ૧૬૯૬ મતોથી હરાવ્યું છે. ર૦૧૩માં આ બેઠક કોંગ્રેસ જીતી હતી, એ પહેલાં ર૦૦૮માં ભાજપે આ બેઠક જીતી હતી. પ૦ હજારની વસ્તી ધરાવતા બદામીમાં ઘણા બધા સિદ્ધારમૈયાની કુરૂબા કોમના છે ઉપરાંત અહીં લિંગાયતો અને વીરારાઈવાસોની પણ ઘણી વસ્તી છે.
કર્ણાટક ચૂંટણી પરિણામો : સિદ્ધારમૈયાએ એક બેઠક જીતી, બીજી ઉપર હાર્યા

Recent Comments