(એજન્સી) તા.૧૬
કર્ણાટકમાં કૉંગ્રેસના નિરાશાજનક પ્રદર્શન પર પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીનો બચાવ કર્યો છે. તેની સાથે જ તેમણે પાર્ટી અધ્યક્ષના પ્રત્યે પોતાની નિષ્ઠા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાહુલભાઇ ઉભરી રહેલા નેતા છે. ૨૦૧૯ એક અલગ બૉલ ગેમ હશે. તેની સાથે ગઠબંધન થઇ રહ્યાં છે. સિદ્ધુએ આગળ કહ્યું કે સિદ્ધુ તેમની સાથે ઊભો રહેશે, જ્યાં સુધી મારી અંદર લોહી છે. આપને જણાવી દઇએ કે મંગળવારના રોજ જૂના રોડ રેજના કેસમાં ગેરઇરાદે હત્યાના કેસમાં સિદ્ધુને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી. સુપ્રીમ કોર્ટે સિદ્ધુને માત્ર મારપીટમાં દોષિત ગણાવ્યા અને મામૂલી દંડ ફટકારીને નિર્દોષ જાહેર કરી દીધા. જો કે પંજાબ અને હરિયાણા કોર્ટે આ મામલામાં સિદ્ધુને ૩ વર્ષની કેદની સજા સંભળાવી હતી. હાઇકોર્ટના નિર્ણયની વિરૂદ્ધ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ નિર્ણય બાદ પૂર્વ ક્રિકેટરે પંજાબની પ્રજાનો આભાર માન્યો. તેમણે આગળ કહ્યું કે મેં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને સંદેશ મોકલ્યો છે કે મારું જીવન તમારા માટે છે.