સાવરકુંડલા, તા. ર
હોઈમોકરોટીઝ નામક ગંભીર બીમારી ને કારણે અમરેલી બૃહદ ગીર ની રેડીઓ કોલર સિંહણનું ગઈ કાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને સ્થાનિકો રાજલક્ષ્મીના નામથી સંબોધતા તે સાતથી આંઠ વર્ષની સિંહણ તેમની પાછળ ત્રણ સિંહ બાળને છોડીને ગઈ છે. જે સિંહ બાળો એક વર્ષ ના છે અને અહી સાવરકુંડલા તાલુકા ના ઘોબા ના રેવન્યુ વિસ્તાર માં માતા વિના વિહરી રહ્યા હતા ત્યારે આ માતા વિના ના બાળકો ની વહારે અન્ય એક સિંહણ આવી અને આ અન્ય સિંહણ દ્વારા આ એક વર્ષીય સિંહ બાળો ને પોતે અપનાવી તેમના ગ્રુપમાં સામેલ કરી દેતા વન વિભાગને પણ હાશકારો થયો છે. અહી સાવરકુંડલા વન વિભાગના અધિકારી કપિલ ભાટિયા સતત આ ગ્રુપ માથે દિન રાત નજર રાખી રહ્યા હતા અને સમય આવતા જ આ માં વિનાના સિંહ બાળોને અન્ય ગ્રુપમાં સ્થાઈ કરી દેતા આ રેડીઓ કોલરના સિંહ બાળોને હવે માં મળી ગઈ હતી અને અન્ય સિહણે પણ આ બાળકો પર પોતાનું માતૃત્વ છલકાવી તેને સાથે રાખી લીધા હતા જે માત્ર સિંહ કુળમાં આ શક્ય છેે. સિંહના જાણકાર પીઠ પર્યાવરણ પ્રેમી નીલેશ મહેતાના જણાવ્યા અનુસાર એક સિંહ કુળમાં જ આ શક્ય છે જેમાં એક સિંહણ ના બાળકો ને બીજી સિંહણ તુરંત સ્વીકારી પોતાની ઉદારતા દાખવે છે અને સાવ નાના નાના બાળકો હોય તો તે સિંહણ તે અન્ય સિંહો ના બાળકો ને પોતાનું સ્તન પાન પણ કરાવે છે જે સિંહોની તેમના કુળની ખાનદાની છે જે ખાનદાનીના દર્શન અહી ધોબાના રેવન્યુ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. અહી એક દિવસ પહેલા જ મૃત પામેલી સિંહણ ના એક વર્ષના બાળકો ને અન્ય સિંહણે સ્વીકારી પોતાની છત્રછાયા હવે તેમને ઉજેરી રહી છે જે આગળજતાં આ સિંહણ હવે આ સિંહ બાળો ને શિકાર કરવા સહીત તેમની ટેરીટેરી મા રહેવાનું . વિસ્તાર ના નિશાન છોડવાનું મારણ કરવાનું અને અન્ય પશુ ઓ થી બચવાનો કરતબ શીખવશે અને તેપણ માં બની ને ત્યારે પોતાના બાળકો સહીત હવે આ સિંહણ બીજા સિંહ બાળો ની પણ માં હશે તેથી હાલ આ સિંહણ ચાર ના ગ્રુપ માં વસવાટ કરી રહ્યું છે જે ઘોબા ના શેત્રુંજી નદી ના રેવન્યુ માં હાલ આ સિંહણ ના ધામા છે અને અહી જ તે પશુ ઓ નું મારણ કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે.