(એજન્સી) કિવમ્પર, તા.૧૧
આ સપ્તાહે પશ્ચિમી ફ્રાન્સમાં તરછોડી દેવાયેલા અને જર્જરિત થઈ ગયેલા ઘરને તોડી પાડવા માટે પહોંચેલી ટુકડીને ત્યાંથી સોનું મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે.
પોંટ-એવનના બ્રિટની શહેરમાં આવેલા એક ઘરમાં મજૂરોએ કામ શરૂ કર્યું તો તેમને ત્યાં એક ઘડો મળ્યો, કે જેનો ઉપયોગ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો. તેમણે ઘડાને હલાવીને જોતાં તેમાં સિક્કાનો અવાજ આવ્યો. ઘડાની અંદર તેમને ૬૦૦ બેલ્જિયમ સોનાના સિક્કા મળ્યા. જે ૧૮૭૦ના હતા અને તેના પર કિંગ લિયોપોલ્ડજ-રનો સ્ટેમ્પ હતો. આ કિંગે ૧૮૬પથી ૧૯૦૯ સુધી શાસન કર્યું હતું.
શ્રમીકોએ પોલીસને જે રકમ આપી છે તેની કિંમત પોલીસને હજુ સુધી ખબર નથી.
સ્થાનિક અખબાર અનુસાર, આ સિક્કાની આખી કિંમત એક લાખ યુરો (૧,૧૮,૦૦૦ ડોલર) હોઈ શકે છે. ફ્રાંસીસી કાયદા અનુસાર, જેણે આ ધનને શોધ્યું અને જે જમીનની અંદર મળ્યું તેના માલિકની વચ્ચે આ ધન અડધું-અડધું વહેંચાશે.