(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
ગત રાત્રે ઉધના ઉદ્યોગનગર રોડ નં. ૬ પર ક્રિષ્ણા મિલમાં આગ લાગી હોવાનો મેસેજ મળતાની સાથે જ ફાયર ઓફિસર ખેડિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. મિલના સેન્ટર મશીનમાં આગ ભડકતી હતી. તે જાઈને કન્ટ્રોલ રૂમમાં જાન કરી અન્ય સ્ટેશનથી પણ સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો. ક્રિષ્ણા મિલમાં આગ લાગી હોવાની જાણ ફાયર કન્ટ્રોલ દ્વારા જીઈબીને કરવામાં આવી હતી. ફાયર વિભાગની જાણ છતાં એક કલાક સુધી જીઈબી દ્વારા પાવર સપ્લાય બંધ કરાયો ન હતો. ફાયરના જવાનોએ જીવના જાખમે ૪ હજાર વોટના ચાલુ પાવર સપ્લાય વચ્ચે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આગથી કાપડનો મોટો જથ્થો અને મશીનરી સ્વાહા થઈ હતી. આગ લાગ્યા બાદ મિલના કારીગરો સુરક્ષિત રીતે બહાર નીકળી જતા કોઈ પણ પ્રકારની જાનહાની ટળી હતી.