સુરત, તા. ૮
સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સ્વાઇન ફલૂ વોર્ડની સિલિંગ ધડાકા સાથે તુટી પડતા બે મહિલાને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થતા તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી.ગંભીર ઘટના પર પડદો પાડી દેવા સ્વાઇન ફલૂ વોર્ડને બંધ કરી દેવાયો હતો.સુરત સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂ ઓપીડી રૂમ નં.૬માં સોમવારે બપોરે સિલિંગ તુટી પડતા સેલવાસના રૂકશાહ માલવિયા અને અમીનાબેન માલવિયાને ગંભીર ઇજા થતા ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.