(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
સ્મીમેર કોલેજમાં મેડિકલ લેબ ટેકનોલોજી કોર્સમાં એક તરફ એસએમસીએ ચાર કાયમી અધ્યાપકોની ભરતી કરી રહી નથી, બીજી તરફ વીએનએસજીયુ આ કોર્સમાં એમબીબીએસના ડોક્ટર પ્રોફેસરને ભણાવવાની ના પાડતા કોલેજે કોર્સ બંધ કરવાની ફરજ પડી છે.
સૂત્ર કહે છે કે, વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખીને સ્મીમેર મેડિકલ કોલેજે શૈક્ષણિક વર્ષ ૨૦૧૦-૧૧માં સૌથી પહેલા નવો એમએસસી એમએલટી કોર્સ શરૂ કરવા માટે યુનિથી મંજૂરી મેળવી હતી. પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધતા કોલેજે ૪૦ બેઠક કરવાની ફરજ પડી હતી. તેવામાં આ કોર્સનો ટિચિંગ સ્ટાફ કોલેજ છોડી જતો રહેતા એમબીબીએસના ડોક્ટર પ્રોફેસર છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. તેવામાં યુનિવર્સિટીની ૧૯ જૂન, ૨૦૧૯ની સિન્ડિકેટમાં કુલપતિ કેમ્પના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. તે સમયે મેડિકલ અને સાયન્સ ફેકલ્ટીના ડીને અભિપ્રાય આપ્યો હતો કે, એમબીબીએસના ડોક્ટર પ્રોફેસર એમએસસી એમલટીના વિદ્યાર્થીઓને ભણાવી શકે છે. પણ યુનિવર્સિટીએ તેને ગ્રાહ્ય રાખ્યા ના રાખીને સ્ટાફ ભરતી કરવાની નોટિસ આપતી હતી. જેને પગલે સ્મીમેર કોલેજે એમએસસી એમએલટી કોર્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આમ, આવો રોજગાર લક્ષી કોર્સ બંધ થવાથી ભવિષ્યના વિદ્યાર્થીઓને તકલીફ પહોંચે તેમ છે. એસએમસીના કમિશનરને મળી ટિચીંગ સ્ટાફ ભરતી કરવા રજૂઆત કરાશે. સરકારે લેબ ટેકનીકલની ભરતીમાં પણ આ કોર્સ માંગ્યો છે. જો કોર્સ બંધ થશે તો આંદોલન કરવાની ફરજ પડશે.