(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે દિલ્હી ધુમ્મસ પર કવિતા ભરેલા અંદાજમાં નિશાન સાધતાં કહ્યું કે ‘સીને મેં જલન,આંખો મેં તુફાન સા ક્યો હૈ’. હિન્દી ફિલ્મના એક ગીતની પંકિત ટાંકતેાં તેમણે કહ્યું મેં ‘સીને મેં જલન, આંખો મેં તુફાન સા ક્યો હૈ’, (હૃદય અને આંખોમાં બળતરા શા માટે છે) આ શહેરના દરેક નાગરિક શા માટે પરેશાન થઈ રહ્યો છે. ગાંધીએ ટ્‌વીટ કરતાં આવું જણાવ્યું. ૧૯૭૯ની હિન્દી ફિલ્મ ગમનનો એક સંવાદ ટાંકતાં તેમણે આવું કહ્યું. રાહુલે કહ્યું કે આંખોમાં તોફાન મચ્યું છે તેમ છતાં પણ સાહેબ ચૂપ છે. તેમણે કહ્યું કે આ અંગે (સાહેબ) વડાપ્રધાન શું કહેશે, બધા જાણકાર લોકો અજાણ થઈને બેઠા છે. તેમણે કહ્યું કે સીનેમેં જલન, આંખોમાં તુફાન સા ક્યોં હૈ, રાહુલ ગાંધીએ તેમના ટ્‌વીટ સાથે મોંઢે માસ્ક પહેરીને જઈ રહેલા બાળકોની એક તસવીર પણ જોડી હતી. આજકાલ રાહુલ ગાંધી ટ્‌વીટર પર ઘણા સક્રિય બન્યાં છે. વડાપ્રધાન મોદી, તેમના મંત્રીઓ અને તેમની સરકાર પર રાહુલ ગાંધી ટ્‌વીટર પર લગાતાર હુમલાઓ કરી રહ્યાં છે. તાજેતરની એક પોસ્ટમાં રાહુલે સરકારના જીએસટીની તુલના શોલે ફિલ્મના વિલન ગબ્બરસિંહ સાથે કરી હતી. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ઝેરી ધુમ્મસ ફેલાઈ રહ્યું છે તેને પગલે રાહુલનું ટ્‌વીટ આવ્યું હતું.