જૂનાગઢ, તા.ર૯
જૂનાગઢ શહેરના વિસ્તારમાં નજીકથી મોકો મળે તે માટેનો સફારી પાર્ક કે, સિંહ દર્શન માટેનો પોઈન્ટ ઉભો કરવા માટેની ઘણાં લાંબા સમયથી લાગણી અને માગણી આમ જનતાની પ્રવર્તી રહી હતી જુદા-જુદા સ્થળો પણ દર્શાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સહિતનાઓએ જૂનાગઢનાઓએ જૂનાગઢને સિંહ દર્શનનો લાભ મળે તે માટે વ્યવસ્થા ઉભી કરવાની ટકોર બંધ ખાતરી પણ આપી હતી અને આખરે તાજેતરમાં જ જૂનાગઢને સિંહ દર્શનની મંજૂરી સૈદ્ધાંતિક રીતે પણ આપી દેવામાં આવી છે અને નજીકના સમયમાં જ સિંહ દર્શન શરૂ થઈ રહ્યું હોય જે અંગેની તડામાર તૈયારી ચાલી રહી છે.
દિવાળી બાદ સોરઠમાં ખાસ કરીને ગરવા ગીરનાર પરિક્રમાનો મેળો યોજાનાર છે ત્યારે આ અંગેની પણ તૈયારી ચાલી રહી છે. જૂનાગઢમાં સિંહ દર્શન પોઈન્ટ શરૂ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને નજીકના સમયમાં જ સિંહ દર્શન શરૂ થઈ જવાનું છે. સાસણ-ગીર ખાતે જેમ સિંહ દર્શન માટે પ્રવાસી જનતા મોટી સંખ્યામાં દર વર્ષે આવે છે તે જ રીતે જૂનાગઢને પણ જંગલ વિસ્તારમાં સિંહ દર્શન માટે પ્રવાસી જનતા મોટી સંખ્યામાં આવશે અને સિંહ દર્શનનો લાભ પણ લેશે અને સિંહ દર્શન માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે આગામી તા.૧૬ ઓક્ટોબરથી જૂનાગઢમાં સિંહ દર્શન શરૂ કરી દેવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. આધારભૂત રીતે મળતી વિગત અનુસાર ઈન્દ્રેશ્વર નાકાથી જાબુંડી અને જાબુંડીથી જીણાબાવાની મઢીનો રૂટ નક્કી થયો છે. આ ઉપરાંત પાતુરણથી પાતુરણ સુધીનો રૂટ પણ નક્કી કરવામાં આવી રહેલ છે. આ રસ્તાની કામગીરી તેમજ સિંહ દર્શન માટે જોઈતી તમામ સુવિધા ઉભી કરવાની કામગીરી, સિંહના લોકેશન સહિતની સ્થિતિ અંગે કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. સિંહના લોકેશન અંગે સ્થળ નક્કી કરવામાં આવી રહેલ છે. લગભગ તૈયારીઓનો દૌર શરૂ થઈ રહેલ છે અને સંભવત આગામી તા.૧૬-૧૦-૧૮ના સિંહ દર્શન શરૂ થાય અથવા તો નજીકના સમયમાં શરૂ કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.