(એજન્સી) તા.૧૧
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી એકવાર ફરીથી ટ્રોલ થઈ રહ્યા છે. આ વખતે ટ્રોલ કરનારાઓમાં હિન્દુ ધર્મના યુઝર્સ વધારે છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકા વિરૂદ્ધ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆતી બે મેચમાં જીત હાંસલ કર્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડી રિલેકસ મૂડમાં છે. ૧ર ઓગસ્ટથી શરૂ થઈ રહેલ ત્રીજી ટેસ્ટ પહેલાં ભારતીય ખેલાડીઓ પોતાના પરિવાર સાથે મોજ માણી રહ્યા છે. એવામાં કેટલાક ખેલાડીઓ પોતાના પરિવાર સાથે અશોક વાટિકા પણ ગયા હતા. મોહમ્મદ શમીએ અશોક વાટિકાની તસવીરો પોતાના ટ્‌વીટર અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા ત્યારબાદથી તે ટ્રોલ થઈ રહ્યા છે. મોહમ્મદ શમીએ ફોટો શેર કરતાં લખ્યું કે ભારતીય ટીમ અશોક વાટિકામાં છે જ્યાં રાવણે સીતાનું અપહરણ કર્યું હતું. અશોક વાટિકા શ્રીલંકાના સીતા એલિયામાં એક બગીચો છે. મોહમ્મદ શમીની આ ટ્‌વીટ બાદ કેટલાક હિન્દુ યુઝર્સે તેમને લખ્યું કે સીતાની જગ્યાએ ‘મા સીતા’’ લખવું જોઈએ. એવા કમેન્ટસ પર કેટલાક મુસ્લિમ યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપતાં લખ્યું કે ગાયને માતા કહીએ કે સીતાને માતા કહીએ, કોને-કોને માતા કહીએ ?