(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
સીપીઆ્રૂએમ)ના મહામંત્રી સીતારામ યેચુરીએ ભાજપ સામે એવો આરોપ મૂક્યો છે કે ભાજપની નિર્લજ્જ સોદાબાજી અને સત્તાનો દુરૂપયોગને કારણે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ભાંગી પડી છે. કર્ણાટક વિધાનસભામાં મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલી વિશ્વાસ દરખાસ્ત બાદ કોંગ્રેસ-જેડીએસ સરકાર ભાંગી પડતા રાજ્યમાં ૧૪ મહિના જૂની કુમારસ્વામી સરકારનો મંગળવારે રાત્રે અંત આવ્યો છે. ગઠબંધનમાં જે કંઇ ખેંચતાણ હશે પરંતુ કર્ણાટકમાં બધાએ ભાજપની નિર્લજ્જ સોદાબાજી અને સત્તાનો દુરૂપયોગ જોવા જેવો છે. યેચુરીએ મંગળવારે રાત્રે એવું ટિ્‌વટ કર્યું કે શરૂઆતથી જ ભાજપે ગઠબંધન સરકારની રચના નિવારવાનો પ્રયાસ કર્યો હતો અને હવે ભાજપે નાણાની તાકાત અને રાજકીય અનેૈતિકતાનું ખુલ્લું પ્રદર્શન કર્યું છે.