માકપાના નેતા સીતારામ યેચૂરીએ આરબીઆઇમાંથી કેન્દ્ર સરકારને રૂપિયા ૧.૭૬ લાખ કરોડ હસ્તગત કરવા અંગે નિશાનો સાધતા આરોપ લગાવ્યો હતો કે, સરકાર ૨૦૧૪થી રિઝર્વ બેંકના ૯૯ ટકા નફાને પચાવી પાડે છે. યેચૂરીએ ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, ૨૦૧૪થી મોદી સરકારે પોતાના પ્રચાર અભિયાનો પાછળ દર વર્ષે આરબીઆઇના નફાનો ૯૯ ટકા ભાગ કબજે કરી લીધો છે. આ વખતે તો તેમણે એક વખતમાં જ ૧.૭૬ લાખ કરોડ આંચકી લીધા છે જેનો ઉપયોગ બેંકોમાં નવી મૂડી નાખવા માટે કરવામાં આવશે. આ બેંકોને મોદીના મિત્રો-નજીકના લોકો પહેલા જ લૂંટી ચૂક્યા છે. યેચૂરીએ જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રોમાં આપણા ટોચના નવરત્ન, પછડાતી માગ અને સરાકર દ્વારા તેમના પર નાખવામાં આવેલો નાણાકીય ભાર બંને અત્યંત ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે. મોટો નફો હજમ કરવાથી મજૂર, એમએસએમઇ, યુવાઓ, મહિલા કર્મીઓ તમામ વર્ગો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. માકપા નેતાએ જણાવ્યું હતું કે, અર્થવ્યવસ્થા અને લોકોની આજીવિકા પર ક્યારેય આટલી બરહેમીથી હુમલો કરવામાં આવ્યો નથી જેટલો આ સરકારમાં કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતી રિઝર્વ બેંકે સોમવારે કેન્દ્ર સરકારને લાભાંશ અને અધિષેશ કોષના મદમાંથી ૧.૭૬ લાખ કરોડ રૂપિયા હસ્તાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકના નિર્દેશક મંડળે બિમલ જાલાનની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણો સ્વીકાર્યા બાદ આ પગલું ભર્યું છે.