ના હો નાઉમ્મીદ, નાઉમ્મીદી ઝવાલ-એ-ઈલ્મ-ઓ-ઈરફાન હૈ
ઉમ્મીદ-એ-મર્દ-એ-મોમીન હૈ ખુદા કે રાઝદારોં મેં
-અલ્લામા ઈકબાલ
પ્રસ્તુત તસવીરો દુનિયાના લોકોના સીવાયેલા હોઠને ખોલવા માટે પૂરતી છે કે જેમાં નિર્દોષોના બળીને ખાખ થઈ ગયેલા મૃતદેહો અને કુહાડીના ઘા સાથે મૃત્યુ પામેલા આમઆદમીઓ જોવા મળી રહ્યા છે. અહીં અમે એવી તસવીરો પ્રસિદ્ધ કરી રહ્યા છીએ કે જેને છાપતાં પણ હૈયું દ્રવી જાય છે અને શરીરમાં કમકમાટી પેદા થઈ જાય છે પરંતુ અફસોસ એ વાતનો છે કે પોતાની જ માનવ જાતિના સભ્યો પર થઈ રહેલા જુલ્મોને જોઈને ત્રીજા વિશ્વના દેશોના કહેવાતા શાસકોનું રૂંવાડુંય ફરકતું નથી કે ન તો તમો કંઈ બોલે છે સામાન્ય બાબતોમાં બકબક કરતા આ શાસકો કે નેતાઓના હોઠ જ્યારે માનવતા સાદ પાડતી હોય ત્યારે જ બીડાઈ જાય છે. તેમના આવા ગુનાઈત મૌનથી લોહીલુહાણ માનવજાત કણસી રહી છે.
બાંગ્લાદેશના કોક્સ બજારમાં કુતુપલાંગ રેફયુજી કેમ્પમાં આશરો લેતાં અને કેમ્પમાં બેઠેલા કેટલાક નવા રોહિંગ્યા શરણાર્થીઓ તથા તેમનાં બાળકોને પ્રથમ તસવીરમાં જોઈ શકાય છે. ઉપર આભ અને નીચે ધરતી જેવી નિઃસહાય સ્થિતિનું દર્દ અહિંયા દરેકના ચહેરા પર અંકિત થયેલું છે. બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદને પાર કરવા મુસાફરી કરીને થાકેલા કેટલાક રોહિંગ્યા શરણાર્થીઓ અને તેમનાં બાળકો બીજી તસવીરમાં પોરો ખાતાં જોવા મળી રહ્યા છે.