ઈન્દોર, તા.ર૫
ભારતીય ઓલરાઉન્ડર અને સિકસરો ફટકારવાની પોતાની ક્ષમતાના કારણે ઝડપણી એક ખાસ ઓળખ બનાવી રહેલા હાર્દિક પંડ્યા એ ખુલાસો કર્યો છે કે સિકસર ફટકારવી તેનો બાળપણથી શોખ રહ્યો છે અને તે મેદાનની બહાર બોલને ફટકારવા માટે હંમેશા આશ્વસ્ત રહે છે. પંડ્યાની ૭ર બોલમાં ચાર સિકસરની મદદથી રમેલી ૭૮ રનની ઈનિંગની મદદથી ભારતે ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવી પાંચ મેચોની સિરીઝમાં ૩-૦ની લીડ બનાવી લીધી છે. મેચ બાદ પંડ્યાએ કહ્યું કે સિકસરો તો હું પહેલાથી મારતો રહ્યો છું હવે અંતર ફક્ત એટલું છે કે હું હાઈલેવલના કિક્રેટમાં સિકસર ફટકારી રહ્યો છું. અસલમાં હું બાળપણથી જ સિકસરો ફટકારતો આવ્યો છું. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ર૮ ઈનિંગોમાં ૪૦ સિકસર ફટકારનાર પંડ્યાએ કહ્યું કે હંમેશા પોતાને પ્રેરિત કરૂ છું. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. ક્રિકેટમાં આત્મવિશ્વાસનું મહત્ત્વ છે. અને મને પોતાના ઉપર વિશ્વાસ છે કે હું બોલને મેદાનની બહાર મારી શકું છું.