લોર્ડસ, તા.રપ
પાકિસ્તાની ક્રિકેટરોને મેચ દરમ્યાન સ્માર્ટ વોચ પહેરવાનું ભારે પડી શકે છે. લોર્ડસમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનના બે ખેલાડી એપલની સ્માર્ટ વોચ પહેરીને રમવા ઉતર્યો જેના કારણે તે આઈસીસીની એન્ટી કરપ્શન યુનિટના નિશાને આવી ગયા. આઈસીસીના અધિકારીઓએ પાકિસ્તાની ક્રિકેટરોને સ્માર્ટ વોચ નહીં પહેરવાનો નિર્દેશ આપ્યો છે. પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે અસદ શફીક અને બાબર આઝમ એપલની સ્માર્ટ વોચ પેહરીને ઉતર્યા હતા. આ વાત એસીયુના અધિકારીઓને ખટકી ગઈ. અત્રે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ વોચને ફોન સાથે કનેક્ટ કરી શકાય છે. આ ઘડિયાળમાં મોબાઈલની જેમ જ વાત કરવા સહિત અનેક હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. આઈસીસીને ડર છે કે આનાથી ફિક્સિંગ થઈ શકે છે. આ અલગ વાત છે કે સ્માર્ટ ઘડિયાળ પહેરનારા બંને ખેલાડીઓના આચરણ પર કોઈપણ પ્રકારની શંકા નથી. હસનઅલીએ કહ્યું કે આઈસીસીના અધિકારી અમારી પાસે આવ્યા હતા. હવેથી સ્માર્ટ વોચ પહેરીને કોઈપણ ખેલાડી મેદાનમાં નહીં ઉતરે.
પાકિસ્તાની ખેલાડીઓ સ્માર્ટ વોચ પહેરી રમવા ઉતરતાં એસીયુ એલર્ટ થયું

Recent Comments