(સંવાદદાતા દ્વારા) મોરબી,તા.૧૦
મોરબીના ખાનપર ગામના ૧૦૦ જેટલા દલીતો આજે કલેકટર કચેરી ખાતે મૃતદેહ લઈને આવતા ખળભળાટ મચી ગયો હતો ત્યારે ખાનપર ગામના દલિત સમાજના આગેવાનો સાથે સતત પાંચ કલાકની બેઠક બાદ પ્રશ્ન ઉકેલાતા દલીતોને વધારાની ૨૦ ગુઠા જમીન ફાળવવા નિર્ણય લેવાયો હતો જેમા ખાનપર ગામે દલિત સમાજને સ્મશાનભૂમિ માટે જમીન ફળવવાને લઈ ચાલતા વિવાદમાં દલિત વયોવૃદ્ધના મૃત્યુ બાદ આજે મૃતદેહ સાથે કલેકટર કચેરીએ ધસી આવેલા આગેવાનો સાથે સતત પાંચ કલાકની બેઠકના દૌરના અંતે મામલો થાળે પડ્યો હતો અને દલિત સમાજ માટે ખાનપરમાં વધુ ૨૦ ગુઠા જમીન ફાળવવા નક્કી કરતા કલેકટરની પાંચેક કલાકની લાંબી મંત્રણાને અંતે દલિત સમાજના સ્મશાન માટે ખાનપર સર્વે નંબર બે ની જમીનમાં વધારાની ૨૦ ગુઠા જમીન ફાળવવા નિર્ણય કરતા દલિત આગેવાનોએ સમાધાન કરી લેતા ડાયાભાઇ પમાભાઈ નામના દલિત વૃદ્ધની લાશ સ્વીકારી લેતા કલેકટર તંત્ર અને પોલીસ તંત્રએ હાશકારો લીધો હતો.