અમદાવાદ, તા.ર
મોદી સરકારના ચાર વર્ષ પૂરા થયા તેને અનુલક્ષીને કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીની શનિવારે અમદાવાદ એક પત્રકાર પરિષદ હતી. જેમાં ભાજપના બે નેતા પણ હાજર હતા ત્યારે મીડિયામાંથી પ્રશ્ન પૂછાયો કે આ પત્રકાર પરિષદ સરકાર દ્વારા આયોજિત છે કે ભાજપ દ્વારા ? ત્યારે સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન મંત્રી ઈરાનીએ આ સવાલનો જવાબ આપ્યો નહીં ત્યારે ફરી એકવાર આ જ પ્રશ્ન મીડિયામાંથી પૂછયો ત્યારે મંત્રી ઈરાની સવાલનો જવાબ આપ્યા વિના જ ચાલતી પકડી હતી. એટલે જે રીતે સ્મૃતિ ઈરાનીનું કેન્દ્રીય કક્ષાનું કદ ઘટતું જાય છે. તેનો રોષ તેમના વર્તનમાં પણ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નરેન્દ્ર મોદીની સરકારના ચાર વર્ષ પૂરા થવાના અનલક્ષમાં પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો દ્વારા કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મંચ ઉપર કેન્દ્રીય મંત્રી સાથે ભાજપના પ્રવકતા ભરત પંડયા અને મીડિયા સેલના કન્વીનર ડૉ.હર્ષદ પટેલ પણ બેઠા હતા જેના કારણે એક પત્રકારે સવાલ પૂછયો કે આ પ્રેસ કોન્ફરન્સ ભારત સરકાર દ્વારા આયોજિત છે કે ભાજપ દ્વારા ? ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પછી તેનો જવાબ આપશે તેમ કહ્યું હતું પણ બાદમાં તેઓ કોન્ફરન્સ પૂરી કરી જતાં રહ્યા અને જવાબ આપ્યો ન હતો. કલાકારમાંથી નેતા થયેલા સ્મૃતિ ઈરાનીએ બહુ ઝડપથી નરેન્દ્ર મોદી જેવો વ્યવહાર અપનાવી લીધો છે જે પ્રકારે નરેન્દ્ર મોદી પત્રકારો સાથે વ્યવહાર કરે છે તેવો જ વ્યવહાર તેમણે પણ કર્યો પણ સ્મૃતિ ઈરાનીના વ્યવહારમાં તોછડાપણું જોવા મળે છે. અમદાવાદમાં પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું આમંત્રણ પણ પીઆઈબી દ્વારા મોકલવામાં આવ્યું હતું પણ પત્રકાર પરિષદ વખતે મંચ ઉપર ભાજપના બે નેતાઓ બેઠા હોવાને કારણે એક પત્રકારે પ્રશ્ન કર્યો કે આ પરિષદ ભાજપની છે કે ભારત સરકારની છે. ત્યારે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હું તમારા પ્રશ્નો જવાબ આપીશ તેમ કહી તેમણે પહેલાં પોતાની પત્રકાર પરિષદ પૂરી કરી હતી. બાદમાં છેલ્લે પત્રકારે ફરી તેમને ફરી યાદ અપાવ્યું કે મારા પ્રશ્નનો જવાબ મળ્યો નથી ત્યારે તેઓ ઊભા થઈ જતાં રહ્યા હતા. આમ પોતાના સ્માર્થ પૂરતો મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવો તે બાબત ઈરાની પાસેથી શીખવા જેવી છે.