(એજન્સી) નવી દિલ્હી,તા.૨૫
ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગઈકાલે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યાં હતાં. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ બંને નેતાઓને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. ઈરાનીએ સંસ્કૃત ભાષામાં શપથગ્રહણ કર્યા બાદ નાયડુના પગે લાગી આશીર્વાદ લીધા હતા. અમિત શાહ પ્રથમ વખત રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. જ્યારે સ્મૃતિ ઈરાનીએ બીજી વાર સંસદના કાર્યકાળ માટે શપથ લીધાં હતાં. સંસદમાં ભાજપના સભ્યોની સંખ્યા ઓછી છે. સંસદમાં શાહના આગમનથી ભાજપને થોડી રાહત મળી શકે છે. હાલમાં જ ગુજરાત રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બે બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં બે ધારાસભ્યોના મત રદ થઈ જતાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જેના કારણે કોંગ્રેસના અહમદ પટેલનો વિજય થયોે હતો. જો કે,ચૂંટણીમાં પરાજય મેળવેલ બલવતસિંહ રાજપૂતે ચૂંટણી પંચના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ મામલે કોર્ટે અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને અહમદ પટેલ તથા ચૂંટણી પંચને નોટિસ ફટકારી ૨૧ સપ્ટેમ્બરની અવધિમાં જવાબ માંગ્યો છે.
સ્મૃતિ ઈરાની સંસ્કૃતમાં શપથ લઈ વેંકૈયાના પગે લાગ્યાં અમિત શાહ પ્રથમ વખત રાજ્યસભામાં પહોંચ્યા

Recent Comments