(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની ભાજપ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા અને ભાજપ સરકારની ચાર વર્ષની યોજનાઓ – વિકાસ અંગે માહિતી આપતા અને જણાવ્યું હતું કે, ૪ વર્ષમાં ભાજપ સરકારે રાષ્ટ્રની અર્થ વ્યવસ્થા સશક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.
ભાજપ સરકારના ૪ વર્ષ પુર્ણ થવાના અવસર પર કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરતમાં એસવીએનઆઈટીના ગેસ્ટ હાઉસ ખાતે બદલાતા ભારતની તસ્વીર સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં પત્રકારોને સંબોધન કરતા ભાજપ સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. જેમાં પ્રધાનમંત્રી સુક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાધનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, ફસલ વીમા યોજના વગેરે વિશે માહિતી આપી હતી. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે વિવિધ મંત્રાલયના માધ્યમથી સહી વિકાસના દ્રષ્ટીકોણથી રાષ્ટ્રની અર્થ વ્યવસ્થા સશક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.