સુરેન્દ્રનગર, તા.ર૭
દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આથી તા. ૨૯-૧૧-૧૮ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી અને બેસતા વર્ષેની ઉજવણી ધૂમ ધામ પૂર્વક કરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક રાજકીય પક્ષ દ્વારા સનેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડાના ધારા સભ્ય નવસાદ ભાઈ સોલંકી દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યુ છે . ત્યારે આ ખાસ સ્નેહ મિલન સમેલાનમાં ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ભાઈ ધાનાણી ઉપસ્થિત રહેશે.
દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે. આથી તા. ૨૯-૧૧-૧૮ના રોજ ગુરૂવારે પાટડી સર્કીટ હાઉસના ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે આનંદ સ્વરૂપ સ્વામી, પીરઝાદા ઝીયાઉલહક બહારૂદીનબાપુ, વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, જિલ્લા પ્રમુખ મનુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરિયા સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.