(એજન્સી) નવી દિલ્હી,તા.રપ
ગોપાલ કાંડાએ હરિયાણામાં સરકાર રચવા ભાજપને બિનશરતી સમર્થન આપવાની જાહેરાત કરી છે. પણ એ સત્તાવાર રીતે જાહેર થાય એ પહેલા આ મુદ્દાને લઈ સોશિયલ મીડિયામાં ભાજપ અને કાંડા સામે આલોચનોનો મારો શરૂ થયો છે. ટવીટર યુઝરોએ લખ્યું છે કે બળાત્કારના આરોપી આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર કિંગમેકર થતા જઈ રહ્યા છે. ભાજપનું બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન કયાં ગયું ? એક સમય પહેલા (જો કે ઘણા સમય નથી થયો) જયારે ગોપાલ કાંડા પ્રત્યે ભાજપ ખૂબ જ નફરત ધરાવતો હતો, મને નથી લાગતું કે એ જ ભાજપ હવે ગીતિકા શર્માને ન્યાય અપાવવા વિચારતો હશે. હરિયાણામાં ભાજપ માટે કિંગમેકર બનનાર ગોપાલ કાંડાને ભાજપ હરિયાણા માટે બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવશે.
જે રાજયમાં મહિલાઓ સામેના નોંધપાત્ર ગુનાઓ થાય છે જે રાજયમાં પુરૂષો-મહિલાઓની લૈંગિક અસમાનતા ખૂબ જ વધુ છે. એ જ રાજયમાં બળાત્કારના આરોપી સરકારની રચનામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યો છે જે ચિંતાનો વિષય છે.