(એજન્સી) મુંબઈ, તા.૧૮
સોહરાબુદ્દીનના સૌથી નાના ભાઈ નયામુદ્દીને સીબીઆઈની સ્પે. કોર્ટમાં જણાવ્યું કે, સીબીઆઈએ પોતાની મેળે અમિત શાહ અને અભય ચુડાસમાના નામો મારા ર૦૧૦ના નિવેદનમાં લખ્યા હતા. સીબીઆઈએ ર૦૦પના એન્કાઉન્ટર કેસમાં નયામુદ્દીનને સાક્ષી તરીકે હાજર કર્યો હતો. આ કેસ સોહરાબુદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટર બાબતનો છે. નયામુદ્દીને અને એમના ભાઈ રૂબાબુદ્દીન પોતાના ભાઈના એન્કાઉન્ટર કેસમાં ભાગ લઈ રહ્યા છે. ઘણા તબક્કાએ એમણે કહ્યું હતું કે એમને શક્તિશાળી વ્યક્તિઓથી ધમકીઓ મળી છે. ર૦૧૦ના વર્ષમાં નયામુદ્દીને સીબીઆઈ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું જેમાં એમણે કહ્યું હતું કે, એમને અમિત શાહ અને અભય ચુડાસમા પાસેથી ધમકીઓ મળી રહી છે. પણ હવે નયામુદ્દીને આ પ્રકારના નિવેદન નોંધાવ્યો હોવાનો ઈન્કાર કરી રહ્યા છે. એમણે કહ્યું કે સીબીઆઈએ નિવેદનમાં છેડછાડ કરી છે. સીબીઆઈ કોર્ટ સમક્ષ નયામુદ્દીને જણાવ્યું કે, મેં પોતાના ભાઈ-ભાભીને છેલ્લે ઈન્દોર બસ સ્ટેન્ડ પર જોયો હતો જ્યારે હું તેમને ત્યાં મૂકવા આવ્યો હતો એ લોકો હૈદરાબાદ જઈ રહ્યા હતા. એ પછી એમણે ઈન્કાર કર્યું કે મને અભય ચુડાસમાએ અમિત શાહનો નામ લેવા ધમકી આપી હતી. નયામુદ્દીને કહ્યું મેં ક્યારે સીબીઆઈને અમિત શાહ અને ચુડાસમા બાબત કહ્યું ન હતું. નયામુદ્દીનનો ર૦૧૦નો નિવેદન સીબીઆઈ અધિકારી ડાગરે નોંધ્યો હતો. આ નિવેદન એમણે વાંચ્યું જેમાં લખેલ હતું. જ્યારે મેં ચુડાસમાને કહ્યું કે અમે કોઈ પણ સંજોગોમાં કેસ પાછો નહીં ખેંચીશું. ત્યારે મને ધમકી આપી હતી કે મારો પણ સોહરાબુદ્દીનની જેમ અંત આવશે. નયામુદ્દીને કહ્યું કે ડાગરે આ બધુ એમની મેળે લખ્યું હતું મેં કહ્યું ન હતું. એમણે કોર્ટ સમક્ષ કહ્યું કે મને ભાજપ પાસેથી ધમકીઓ મળી ન હતી. મેં ક્યારે પણ આઝમખાનનું નામ પણ સાંભળ્યું નથી. ડાગર સાહેબ મારા ગામમાં તપાસ અર્થે આવ્યા હતા. મેં કહ્યું નથી કે આઝમભાઈ મને મળ્યા હતા અને કેસ પાછો ખેંચવા પ૦ લાખ રૂપિયાની ઓફર કરી હતી. મેં ડાગર સાહેબને પૂછ્યું હતું કે તમે એવું કેમ લખ્યું છે કે મને ચુડાસમાથી ધમકી મળી હતી ત્યારે એમણે કહ્યું હું નથી ઈચ્છતો કે નિર્દોષ વ્યક્તિઓને સજા થાય. એ વાત સ્પષ્ટ હતી કે નિર્દોષ વ્યક્તિ કોણ છે જેના માટે ડાગર કહી રહ્યા હતા. જુબાની પૂરી થયા પછી વકીલ એસપી રાજુએ નયામુદ્દીનને પૂછ્યું કે તમે જે હાલમાં નવું નિવેદન આપી રહ્યા છો એ કોઈના દબાણ હેઠળ આપો છો અથવા અન્ય કોઈ કારણ છે. નયામુદ્દીને આનો જવાબ નકારમાં આપ્યો હતો.