(એજન્સી) મુંબઈ, તા.૮
ર૦૧૪ના વર્ષમાં સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરતાં જજ બી.એસ.લોયાના રહસ્યમય સંજોગોમાં થયેલ મૃત્યુની તપાસ માટે માગણી કરતી અરજી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાઈ છે. અરજી કરનાર બોમ્બે લોયર્સ એસોસિએશન છે. એમણે કોર્ટ સમક્ષ માગણી કરી છે કે સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિશન નીમીને મૃત્યુની તપાસ કરાવવામાં આવે.
૪૮ વર્ષ જજ સીબીઆઈના કેસની સુનાવણી કરતાં હતા જે કેસમાં આરોપીઓ તરીકે અમિત શાહ પણ હતા. એ જજ નાગપુરમાં ૧લી ડિસેમ્બર ર૦૧૪માં એક લગ્ન સમારંભમાં હાજરી આપવા ગયા હતા. જ્યાં હૃદયરોગના હુમલાના લીધે એમનું મૃત્યુ થયું હતું. કારવાં ન્યૂઝ મેગેઝિનને ઈન્ટરવ્યુ આપતા જજના કુટુંબીજનોએ મૃત્યુને અકુદરતી ગણાવ્યું હતું. જેના લીધે વિવિધ ક્ષેત્રોમાંથી પણ આની તપાસ માટે અવાજ ઉઠાવવામાં આવ્યા હતા.
જો કે જજ ભૂષણ ગવઈ જે નાગપુરમાં લોયા સાથે મળ્યા હતા. એમણે કહ્યું કે એવા કોઈ પ્રયાસો દેખાતા ન હતા જેથી આભાસ થાય કે કંઈક છુપાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓ અને ડૉક્ટરોએ પણ કુટુંબના દાવાઓ સામે પ્રતિકાર કર્યો છે.
કારવાંમાં પ્રકાશિત લેખમાં લોયાની બહેન અનુરાધા બિયાનીને સંબોધિત કરી પ્રશ્ન ઉઠાવાયો છે. જજ લોયાના કાકાએ જણાવ્યું કે, લોયા ખૂબ જ દબાણ હેઠળ હતા અને નોકરી છોડવાનું પણ વિચારી રહ્યા હતા. લોયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા માટે કોણે આદેશ આપ્યો અને રિપોર્ટ ઉપર જે વ્યક્તિએ સહી કરી છે એની ઓળખ જાહેર કરવા માગણી કરી છે. કુટુંબનો દાવો છે કે, જ્યારે પોસ્ટમોર્ટમ પછી લોયાને બહાર લવાયા ત્યારે એમની શર્ટના કોલર ઉપર લોહીના ડાઘ હતા.
જજને શરૂઆતમાં નાગપુરની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા એ પછીથી મોટી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં એમને પહોંચતા સાથે મૃત જાહેર કરાયા હતા. પ્રથમ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે લોયા અહીં આવ્યા હતા ત્યારે જીવિત હતા અને અન્ય જજો સાથે સીડીઓ ચઢી આવ્યા હતા એ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી રહ્યા હતા. તે વખતે તેમને મેડિટ્રીવાની હોસ્પિટલ લઈ જવા સલાહ અપાઈ હતી. જે હૃદયરોગની બીમારીની સારવાર માટે સ્પેશિયલ સુવિધાઓ ધરાવે છે કારણ કે પ્રથમ હોસ્પિટલ પાસે કાર્યરત ઈસીજી મશીન હતું. નાગપુર ગવર્મેન્ટ કોલેજ હોસ્પિટલ જ્યાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. ત્યાંના ડીને જણાવ્યું કે જે કેસોમાં હૃદયની બીમારીનો કોઈ પૂર્વ રેકોર્ડ નહીં હોય એવા દર્દીઓ માટે આ ચોક્કસ પ્રક્રિયા છે. ડૉ.પ્રશાંત રાઠી જે એક ઓર્થોપેડિક સર્જન છે. એમણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપર સહી કરી હતી. એમણે કહ્યું કે જજ ગવઈએ કહ્યું ડૉ.રાઠી ફોન ઉપર લોયાના કુટુંબીજનોને સતત માહિતી આપી રહ્યા હતા.
અનુરાધા બીમાનીએ આરએસએસ વ્યક્તિ બાબતે પ્રશ્ન કર્યો છે. જેમણે જજ લોયાના મૃતદેહને નાગપુરથી એમના ઘર તરફ લાવવા સહયોગ આપ્યો હતો. જેનો ઉત્તર લાતુરમાં આવેલ એક સ્થાનિકે આપ્યો હતો. એમણે એનડીટીવીને કહ્યું કે ઈશ્વર બાહેતી લોયાનો કૌટુંબિક મિત્ર હતો અને એમના સંબંધો બધા રાજકીય પક્ષો સાથે હતા.