રાજપીપળા, તા.૧૦
નર્મદા જિલ્લામાં અમદાવાદના ચાંગોદર ગામની એક ખાનગી કંપનીના કર્મચારીઓ પ્રવાસે આવ્યા હતા. ત્યારે પરત ફરતી વેળાએ એમની લકઝરીનું તિલકવાડાના ઉતાવળી ગામ પાસે રોડનું કામ કરતા રોલર સાથે અકસ્માત થયું હતું.ત્યારે લકઝરીના નુકશાનીની વસુલાત માટે લકઝરીના ચાલક અને કન્ડક્ટરે રોડ સુપરવાઈઝર સહિત ૨ લોકોનું અપહરણ કરી માર માર્યો હતો.
ગત ૯ મીએ અમદાવાદના ચાંગોદર ગામની એક ખાનગી કંપનીના કર્મચારીઓ ય્ત્ન ૦૩મ્‌ ૬૬૬૭નંબરની લકઝરી બસમાં નર્મદા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા.તેઓ મોડી રાત્રે પ્રવાસ પતાવી પરત ફરી રહ્યા હતા ત્યારે એમની લકઝરીનું તિલકવાડાના ઉતાવળી ગામ પાસે ફોરલેન રોડનું કામ કરતા એક રોલર સાથે અકસ્માત થયો હતો.બાદ લકઝરીમાંથી ઉતરી ડ્રાયવર અને કન્ડક્ટરે રોલર ચાલક અશ્વિન ડામોરને માર માર્યો હતો. ત્યારે રોડ કામના સુપરવાઈઝર સંદીપસિંહ ઝનુભ ઝાલા તથા મહેશ લેમ્બા ડામોરે વચ્ચે દરમિયાનગિરી કરતા ડ્રાયવર-કંડક્ટરે એ બંનેને લકઝરી બસની નુકસાની વસુલાત કરવા બળજબરીથી લકઝરીમાં બેસાડી લઈ જઈ અન્ય ૩ વ્યક્તિઓ સાથે મળી એમને માર માર્યો હતો.વડોદરા પોલીસે વહેલી સવારે ૫ વાગે વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આ બન્ને બંધકોને છોડાવી આખી લકઝરી બસને નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકે લવાઈ હતી.અંતે તિલકવાડા પોલીસે લકઝરી બસ કબજે કરી બસ ચાલક મોહસીન શરીફ સીંડા,કંડકટર તુષાર કિશોર કોઠરીયા બન્ને રહે.જૂનાગઢ અને એમને સાથ આપનાર રસોઈયો વિનાયક સદાશિવ જાધવ રહે.અમદાવાદ,બિપિન વલ્લભ દેત્રોજ રહે. બાપુનગર, અમદાવાદ તથા કનું જાધવ પટેલ રહે. ઠક્કરનગર અમદાવાદ સહિત ૫ લોકો સામે અપહરણનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.