પટના, તા. ૪
કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેના સાંસદ ભંડોળમાં નાણાંની ભારે લૂંટ, ઘાલમેલ થયું હોવાનો ખુલાસો થયો છે. સોલરલાઈટના નામે લાખો રૂપિયાની ઉચાપત થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે કૌભાંડના આરોપી તરીકે મંત્રી અશ્વિની ચૌબેના પુત્ર અર્જિત શાશ્વતનું નામ સામે આવ્યું છે.
અહેવાલ અનુસાર, બકસરથી સાંસદ અશ્વિની ચૌબે એક વર્ષ અગાઉ એમના સાંસદ ભંડોળમાંથી રપ જગ્યાઓ પર હાઈમાસ્ટર સોલર લાઈટ લગાવવા માટે ભલામણ કરી હતી. મંત્રીના આદેશ મુજબ જિલ્લા વહીવટીએ સોલર લાઈટની ખરીદી પ્રક્રિયા શરૂ કરી અને ઔરંગાબાદની એક એજન્સી અખૌરી અજય પ્રકાશન સાથે કરાર કર્યા. સોલર લાઈટની ખરીદીમાં તમામ સરકારી આદેશોનું પીંડલુ વાળી દેવામાં આવ્યું અને બજાર ભાવ કરતા ત્રણ ગણા ભાવથી ગુણવત્તાની ચકાસણી કર્યા વગર સોલર લાઈટ ખરીદવામાં આવી. માહિતીના આધિકાર (ઇ્‌ૈં) હેઠળ લોક ચેતના મંચના સંયોજક મિથિલેશ કુમારે આ કૌભાંડને ખુલ્લુ પાડવાનું કામ કર્યું છે. મિથિલેશના જણાવ્યા અનુસાર, સોલર લાઈટનો પ્રોજેક્ટ બ્રેડા કંપનીને આપવાનો રાજ્ય સરકારે અગાઉથી જ નિર્ણય કર્યો હોવા છતાં કાવતરા હેઠળ ટેન્ડર પ્રક્રિયાના માધ્યમથી આ ટેન્ડર સાંસદના પુત્ર અર્જિતના નિકટના વ્યક્તિઓને આપી દેવાયો અને લાઈટ લગાવવાનું કામ પણ સાંસદના બીજા પુત્ર અવિરલ ચૌબેને સોંપાયું. જેમાં પ૦ લાખનું ગબન કરવામાં આવ્યું.
આ મામલો પ્રકાશમાં આવતા જ જિલ્લા પ્રશાસનની ઊંઘ ઉડી ગઈ અને ડીડીસીની અધ્યક્ષતામાં તાત્કાલિક ત્રણ સભ્યની ટીમ મામલાની તપાસ માટે નિમણૂક કરી દીધી તપાસ ટીમ અનુસાર, સોલર લાઈટની ખરીદીમાં મોટું કૌભાંડ આચરાયું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, સરકારે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે, સોલર લાઈટની કેન્દ્રીય નવીન તેમજ નવીનીકરણ ઉર્જા મંત્રાલય (સ્દ્ગઇૈં)ના માપદંડોને આધારે ગમે ત્યાંથી ખરીદી કરવાની રહેશે. એમએનઆરઆઈએ વર્ષ ર૦૧ર-૧૩માં સોલર સિસ્ટમની ર૦૦ રૂપિયા પ્રતિ વોલ્ટ હિસાબે ખરીદીનો આદેશ આપ્યો હતો. એટલે કે, સાંસદ ભંડોળમાંથી જે લાઈટો લગાવવામાં આવી એનો કુલ ખર્ચ માત્ર ૧ લાખ ૪ હજાર રૂપિયા થાય. જ્યારે અશ્વિની ચૌબેના ભંડોળમાંથી ર લાખ ૯૬ હજાર ૬૬૩ રૂપિયામાં એક સોલર લાઈટ ખરીદવામાં આવી. આ કૌભાંડ મુદ્દે બકસરના જિલ્લા અધિકારી રાઘવેન્દ્ર સિંહે જણાવ્યું કે, સાંસદ ભંડોળમાંથી રપ જગ્યાએ સોલર લાઈટ લગાવવાની ભલામણ કરવામાં આવી ત્યારબાદ રપમાંથી ર૩ જગ્યાઓ પર યોજનાની નાણાકીય ચૂકવણી કરવામાં આવી નથી. આ મામલાની ગંભીરતાને લક્ષમાં લઈ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મિથિલેશ કુમારે દોષિતો સામે કેસ દાખલ કરી સખત કાર્યવાહીની માંગ કરી છે.