(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૩
સુરેન્દ્રનગર ભાજપના લોકસભા ઉમેદવાર ડો.મહેન્દ્ર મુંજપરા દ્વારા ઉમેદવારી નોંધાવી અને પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે ડો.મુંજપરા સામે કોંગ્રેસ દ્વારા આજે ચૂંટણીનો પડકાર ઝીલવા વાળા પીઢ નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલને લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા બાદ સોમાભાઈ પટેલ દ્વારા જીતના વિશ્વાસ અને કોંગ્રેસના કાર્યકરો ડી.જે.ના તાલે વાજતે ગાજતે સોમાભાઈ પટેલ દ્વારા ૧રઃ૪૦ મિનિટે આજે લોકસભા માટે ઉમેદવાર નોંધાવી છે. તેમની સાથે ઠાકોર સમાજના વિરમગામ લીમડી, પાટડી, દસાડા, ધ્રાંગધ્રા, ચોટીલા, મુળી સહિતના કાર્યકરો જોડાયા હતા. સાથે દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડ, જિલ્લા પ્રમુખ મનુભાઈ પટેલ, શહેર પ્રમુખ કમલેશ કોટેચા ચેતનભાઈ ખાચર, રોહીત પટેલ, સતીષ ગમારા સહિતના અનેક યુવા કાર્યકરો પણ જોડાયા હતા. આમ હવે ઉમેદવારી નોંધાવતા ભાજપ કોંગ્રેસ વચ્ચે સિધો જગ જમ્યો છે.