અમદાવાદ,તા.રપ
સામાજિક કર્મશીલ તિસ્તા સેતલવાડ તેમજ તેમના પતિ જાવેદ આનંદની સામે રઈસખાન પઠાણ દ્વારા ફરિયાદ કરાઈ હતી જે ફરિયાદ સેશન્સ કોર્ટમાં ચાલતા તિસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદના આગોતરા જામીન સેશન્સ કોર્ટે રદ કર્યા હતા. જેને પડકારતી તિસ્તા સેતલવાડે હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે નોટિસ કાઢી છે અને આ કેસની આખરી સુનાવણી સોમવારના રોજ મુકરર રાખી છે. તિસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદ વિરૂધ્ધ આક્ષેપ કરતી રઈસખાનની આ પાંચમી ફરિયાદ અરજી છે. રઈસખાન પઠાણે તિસ્તા સેતલવાડ અને તેમના પતિ વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે વર્ષ ર૦૧૦થી ર૦૧૩ દરમ્યાન બનેલ ગુના અંગે માર્ચ મહિનામાં ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદ પ્રમાણે બંને આરોપીઓ સબરંગ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે અને ર૦૧૦થી ર૦૧૩ દરમ્યાન તે વખતના મંત્રી કપિલ સિબ્બલના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે ત્રણ વર્ષ દરમ્યાન કુલ ૧.૪૦ કરોડ સબરંગ ટ્રસ્ટ દ્વારા ચાલતા ખોજ નામના અભ્યાસક્રમ માટે ફાળવેલ આ અભ્યાસ ક્રમ મહારાષ્ટ્ર સરકારે તિસ્તા સેતલવાડને સરકારી શાળાઓમાં શીખવવાની પરવાનગી આપી હતી. રઈસખાનની ફરિયાદ મુજબ મંત્રાલય દ્વારા જે ફંડ ફાળવવામાં આવેલ છે તે ગેરકાયદેસર છે. તેથી તેમની સામે ગુનો બને છે અને હિન્દુ ધર્મ વિરૂધ્ધના પ્રચારનો ગુનો બને છે,મંત્રાલયે ગેરકાયદેસર ફંડ આપતા લાંચ રૂશ્વતનો ગુનો કરેલ છે. જે અંગેની ટ્રાયલ સેશન્સ કોર્ટમાં ચાલતા સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને તેમના પતિના આગોતરા જામીન રદ કર્યા હતા. જેને તિસ્તા સેતલવાડે હાઈકોર્ટમાં પડકારતા હાઈકોર્ટે નોટિસ કાઢી અને અરજીની આખરી સુનાવણી સોમવારના રોજ મુકરર રાખી છે.