(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૫
વરાછા સ્થિત બજેલ જવેલર્સ પ્રા,લી કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો એસીની કેબિનમાં અંદર ઘુસ્યા હતા અને અંદાજિત એકથી સવા કરોડનો સોનાનો પાઉડર ચોરી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતા અધિકારી સહિતનો મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. વરાછામાં લક્ષ્મીહોટલની પાસે ડેજલ જવેલર્સના નામે દાગીના બનાવાની ફેકટરી આવેલી છે. જેમાં ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યાઓએ કંપનીના પાછળના ભાગમાં આવેલ એસીના કેબિનમાંથી અંદર ઘૂસ્યા હતા અને કંપનીમાંથી સોનાનો રફ પાઉડર તેની અંદાજિત કિમત રૂપિયા એક કરોડથી સવા કરોડની આસપાસ થાય છે. સવારે કંપનીના માલિકને ચોરીની જાણ થતા પોલીસને કરી હતી. જવેલર્સની કંપનીમાં ચોરીની જાણ થતા પીઆ ડી.એસ.કોરાટ સહિત ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. આવા કેસમાં મોટેભાગે કર્મચારીઓની સંડોવણી હોવાની વધુ સંભાવના રહેતી હોવાથી પોલીસે શકમંદ કર્મચારીઓની ઉલટ તપાસ શરૂ કરી છે અને કોલ ડિટેલને આધારે આગળની કાર્યવાહી વધારી છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી તપાસની ચોક્કસ દિશા નક્કી થઈ નથી.