(એજન્સી) તા.૨૦
અભિનેત્રી સોનમ કપૂર પોતાના સ્પષ્ટ મતને કારણે ઘણીવાર ટ્રોલ્સના નિશાન પર આવી જય છે. ક્યારેક નારીવાદને લઇને તો ક્યારેક અન્ય મુદ્દા પર ફરી એકવાર સોનમ કપૂર પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ અને જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ પર પોતાનો અભિપ્રાય આપવાને લઇને નિશાન પર આવી ગઇ છે. જો કે સોનમ કપૂરે ટ્રોલર્સને પોતાની રીતે જવાબ પણ આપ્યો છે. જ્યારે અનુચ્છેદ ૩૭૦ રદ થયા બાદ સોનમ કપૂરને કાશ્મીર અંગે અભિપ્રાય પૂછવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે તે કાશ્મીર મુદ્દે સંપૂર્ણ માહિતી પોતાને મળે ત્યાર બાદ જ અભિપ્રાય આપી શકે પરંતુ ટ્રોલર્સ દ્વારા અનુચ્છેદ ૩૭૦ પર સોનમ કપૂરના મંતવ્યોને નિશાન બનાવવા માટે કોઇ કસર છોડી ન હતી અને જણાવ્યું હતુ કે સોનમ કપૂરના પરિવારને પાકિસ્તાન સાથે મજબૂત કનેક્શન છે.
એક વીડિયોમાં સોનમ કપૂરે જણાવ્યું હતું કે મિત્રો કૃપા કરીને શાંત થઇ જાવ. કોઇ પણ વાતને ગોળ ગોળ ફેરવીને ખોટું અર્થઘટન કરવું અયોગ્ય છે. એટલા માટે આત્મ ચિંતન કરો અને જુઓ કે તમે કોણ છો અને આશા રાખીએ કે તમને પણ કાશ્મીરમાં રોજગાર મળે. વાસ્તવમાં સોનમ કપૂરે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવવા અને પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ અંગે બીબીસી એશિયન નેટવર્ક સાથે વાતચીતમાં પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ નિરાશાજનક છે. તેમનું કહેવું હતું કે ટ્રોલર્સે તેને મંદ બુદ્ધિ પેઇડ પ્રોપેગેન્ડીસ્ટ, કન્ફ્યુઝ્‌ડ અને કોણજાણે શું શું કહ્યું હતું. હવે તેના પર સોનમે પોતાનો જવાબ આપ્યો છે.સોનમનો આ જવાબ તેના ટ્રોલર્સ માટે તમાચારુપ છે. સોનમે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે મને લાગે છે કે હવે ચૂપ રહેવું જ વધુ સારુ છે અને આ દિવસોને પણ વિતી જવા દો અને મને લાગે છે કે આપણો દેશ ૭૦ વર્ષ પહેલા એક જ દેશ હતો પરંતુ હવે જે રીતે વિભાજક રાજનીતિ છે તે ખરેખર નિરાશાજનક બાબત છે.