(એજન્સી) મુંબઈ, તા.૭
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરની સંગીત સેરેમની સાત મેના રોજ તેના એપાર્ટમેન્ટ સનટેક ખાતે યોજાઈ હતી. સંગીત સેરેમનીમાં વરરાજા આનંદ આહુજાની મહેંદીની રસ્મ પણ થઈ હતી. આ સિવાય બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે મહેંદી મૂકાવી હતી.
સંગીત સેરેમનીની કલર કોડ વ્હાઈટ હતો. અનિલ કપૂરથી લઈ જાહન્વી, ખુશી, અંશુલા સહિતના પરિવારના સભ્યો વ્હાઈટ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. જાહન્વી, ખુશી, અંશુલા, મોહિત મારવાહની પત્ની અંતરાએ મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલાં આઉટફિટ પહેર્યાં હતાં. જ્યારે હર્ષવર્ધન કપૂર, અનિલ કપૂર અને આનંદ આહુજાએ ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોળના ડિઝાઈનર આઉટફિટ પહેર્યાં હતાં.
સોનમ લાગી પરીઃ
સોનમ કપૂરે ડિઝાઈનર અબુ જાની તથા સંદિપ ખોસલાએ ડિઝાઈનર કરેલી ચણિયા-ચોળી પહેરી હતી. ઓફ વ્હાઈટ તથા ગોલ્ડન રંગની આ ચોલીમાં સોનમ કપૂર પરી લાગતી હતી. સોનમ કપૂરે વેણી ભરાવી હતી અને બ્લાઉઝ બેકલેસ હતો.