(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ સરકાર લઘુમતીમાં આવી જવા માટે જવાબદાર સતત પડતાં રાજીનામા અંગે રાજ્યના કોંગ્રેસના મહિલા ધારાસભ્યે અનુમાન લગાવ્યું હતું, તેઓ કેટલાક દિવસ પહેલા જ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી ચુક્યા છે. તેમને પુછવામાં આવ્યું કે, શું ગઠંબધન સરકાર બચી જશે ? ત્યારે તેમણે કહ્યું કે, હું ચોક્કસ નથી. શનિવારે સૌમ્યા રેડ્ડીના પિતા રામલિંગા રેડ્ડીએ પાર્ટી છોડી ત્યારબાદ સોનિયા ગાંધી સૌમ્યાને મળ્યા હતા. આ બેઠકને રાહુલ ગાંધીને ૨૦૧૭માં અધ્યક્ષ પદ આપ્યા બાદ પહેલીવાર કર્ણાટક સંકટને ઉગારવા માટેના ઉદેશ્યથી જોવામાં આવે છે. સોનિયા સાથે બેઠક બાદ સૌમ્યાએ બેંગ્લુરુમાં પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી પણ રાજીનામા અંગે ઇન્કાર કર્યો ન હતો. તેમણે કહ્યું કે, હું કોઇપણ બાબતે વિચારી રહી નથી. રાજીનામાનો ઇન્કાર કરતી નથી. તેમના પિતાના રાજીનામાને યોગ્ય ઠરાવતા તેમણે કહ્યું કે, પાર્ટીના બેવડાં વલણથી તેઓ હતાશ છે. રાજ્યમાં કોંગ્રેસની નેતાગીરી દ્વારા અમે છેતરાયાનું અનુભવીએ છીએ.