(એજન્સી) નવી દિલ્હી,તા.૬
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જે.એન.યુ.માં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપર કરાયેલ હુમલા પછી મોદી સરકારની આકરી ટીકા કરી હતી. એમણે કહ્યું દેશના યુવાઓ પર કરાયેલ હુમલો ભયાનક અને અભૂતપૂર્વ હતો. એમણે કહ્યું કે દેશની બધી કોલેજો અને કેમ્પસ ઉપર દરોડાઓ પાડવામાં આવે છે એમની ઉપર પોલીસ ત્રાટકે છે અથવા અસામાજિક તત્વો જેમને ભાજપ સરકારનું સમર્થન છે. સોનિયા ગાંધીએ હાલમાં જ જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ઉપર કરાયેલ હુમલાઓનો સંદર્ભ આપ્યો હતો. જયાં સીએએનો વિરોધ કરી રહેલ વિદ્યાર્થીઓ ઉપર હુમલાઓ થયા હતા.
જેએનયુમાં થયેલ હુમલાનો વિરોધ પક્ષોએ ટીકાઓ કરી હતી. એ પછી સોનિયા ગાંધીએ પણ નિવેદન આપ્યું હતું. જેએનયુના વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યા હતા. કે પોલીસે કથિત માસ્ક પહેેરેલ ગુંડાઓને કેમ્પસમાં હુમલાઓ કરવા છુટો દોર આપ્યો હતો. રવિવારે રાત્રે જે.એન.યુ.માં હુમલો કરાયો હતો. આજે દિલ્હી પોલીસે આ સંદર્ભે કેસ નોંધ્યો છે પણ હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. સોનિયા ગાંધીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપર કરાયેલ આ હુમલાને કાળજુ કંપાવનાર હુમલો ગણાવ્યો હતો. એમણે કહ્યું કે આ સરકારનો સંદેશ છે કે કરનારાઓનો અવાજ આ રીતે દબાવી દેવામાં આવશે. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું જોઈએ જેથી એ પોતાના જીવનમાં આગળ વધી શકે પણ કમનસીબે મોદી સરકાર એમને ગુંગળાવી રહી છે. એમણે આ ઘટનાની સ્વતંત્ર તપાસની માગણી કરી હતી.