નવી દિલ્હી,તા.૮
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કરુણાનિધિના નિધન પર આજે શોક વ્યક્ત કર્યો અને તેમને પિતા સમાન ગણાવ્યા. તેમણે કહ્યુ કે કરુણાનિધિએ હંમેશા તેમના પ્રત્યે દયાની ભાવના રાખી હતી.
કરુણાનિધિના પુત્ર એમકે સ્ટાલિનને લખેલા પત્રમાં સોનિયાએ કહ્યુ આપના પરમ પૂજ્ય અને પ્યારા પિતાના નિધનના સમાચાર સાંભળીને હું ઘણી દુઃખી છુ.
મારા માટે કાલિગનારનું નિધન વ્યક્તિગત નુકસાન જેવુ છે. જેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. તેઓ મારા પિતા સમાન હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે એ પણ કહ્યુ કે કલિગનાર વિશ્વની રાજકારણમાં એક મોટા નેતા હતા અને તેમણે આપણા દેશ અને તમિલનાડુ બંને માટે સાર્વજનિક સેવા કરી હતી.