(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે વડાપ્રધાનનું નામ લીધા વિના મનમોહનસિંહની પ્રશંસા કરતા જણાવ્યું કે, કેટલા લોકો શ્રેય મેળવે છે.
સોનિયા ગાંધીએ જણાવ્યું કે, ડો.મનમોહનસિંહનું વ્યક્તિત્વ એવું છે કે, લાગે છે કે, તેઓ જન્મથી જ બુદ્ધિમાન છે. એક દશકા લાંબા પોતાના વડાપ્રધાનના કાર્યકાળમાં ભારતે સૌથી વધુ આર્થિક પ્રગતિ દર જોયો હતો. જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા હતા તે સમયે તે ખૂબ જ છેડા પર હતો પરંતુ થોડાક જ મહિનામાં પોતાની નીતિઓના બળે તેમણે તેને પડવાથી સંભાળી લીધો.
ઈન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર વિતરણ સમારોહમાં સોનિયાએ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહની પ્રશંસા કરતા જણાવ્યું કે, તેમણે ક્યારેય તેમનો પ્રચાર કર્યો નથી. તેમણે ક્યારેય કોઈના કામનો શ્રેય લીધો નથી. કાર્યક્રમમાં સોનિયાએ અનેક વખત મનમોહનસિંહ અને નરેન્દ્ર મોદીની સરખામણી કરી હતી.
સોનિયા ગાંધીએ જણાવ્યું કે, મનમોહનસિંહ તે વ્યક્તિ રહ્યા છે, જેમણે ઈન્દિરા ગાંધીની સાથે ૧પ વર્ષ સુધી કામ કર્યું. તેઓ મોટી-મોટી વાતો કરનારા નથી, પોતાની પ્રશંસા કરનારા માણસ નથી. મનમોહનસિંહની પ્રશંસા કરતા સોનિયાએ જણાવ્યું કે, તેમણે ક્યારે પણ પોતાની માટે કંઈ માંગ્યું નથી. પછી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમણે ભારત માટે વિશ્વભરમાંથી સન્માન મેળવ્યું. તેમણે જણાવ્યું કે, આવનારા અનેક વર્ષો સુધી અને મનમોહનસિંહની સલાહ અને માર્ગદર્શન લેતા રહીશું.