(એજન્સી) રાયબરેલી, તા.૧૧
કોંગ્રેસના ગઢ સમાન રાયબરેલી સીટ પરથી યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે ઉમેદવારી નોંધાવી હતી. તે પહેલાં તેમણે વિશાળ રોડ શોનું આયોજન કર્યું હતું. સોનિયા ગાંધી સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ પ્રતાપસિંહ છે. રાયબરેલી બેઠક પર ફિરોઝ ગાંધી, ઈન્દિરા ગાંધી, ચૂંટણી જીત્યા છે.
ઉમેદવારીપત્ર ભર્યા બાદ સોનિયા ગાંધીએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ર૦૦૪ને ભૂલવું ન જોઈએ કોઈ અજેય નથી. ર૦૦૪ તે યાદ રાખવી જોઈએ.
ર૦૦૪માં અટલબિહારી વાજપેયી પણ અજેય હતા. છતાં અમે જીત્યા હતા. તેમનું વિશાળ ભાજપના ર૦૦૪ના સૂત્ર ઈન્ડિયા શાઈનિંગ પર હતું. એનડીએ દ્વારા આ સૂત્ર અપાયું હતું. ત્યારબાદ વીપીએ સરકાર સત્તામાં આવી હતી.
રોડ શો દરમ્યાન સોનિયા ગાંધી સાથે રાહુલ ગાંધી પણ હતા. તેમણે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં કોંગ્રેસ કાર્યાલય પર હવન પૂજા કરી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી સુધી રોડ શો કર્યો હતો. સોનિયા ગાંધીએ પાંચમી વખત રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી હતી. સોનિયા ગાંધી સાથે યુપી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, રોબટ વાડ્રા, પ્રિયંકા ગાંધી બાળકો પણ હાજર હતા.

મારી માતા પાસેથી દરેક નેતાને શીખવાની જરૂર છે

રાયબરેલી, તા. ૧૧
અમેઠીમાં બુધવારના દિવસે રાહુલ ગાંધીના નામાંકન બાદ આજે ગુરુવારના દિવસે યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ રાયબરેલીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. રોડ શો દરમિયાન સમગ્ર ગાંધી અને વાઢેરા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રિયંકા ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, રાયબરેલીની જનતા પ્રત્યે તેમની માતાની શ્રદ્ધા અને દરેક રાજનેતાને શિખવાની જરૂર છે. રાજનીતિનો હેતુ જનસેવા અને સમર્થનની ભાવના છે. જેને પણ આ તક મળે છે તેનો આભાર માનવો જોઇએ. સોનિયા ગાંધી પાંચમી વખત ઉમેદવારી કરી ચુક્યા છે. પ્રિયંકા ગાંધી રાજનીતિમાં સક્રિય થઇ ચુક્યા છે. ખરાબ આરોગ્યના કારણે સોનિયા ગાંધી ખુલ્લી ગાડીમાં નિકળ્યા ન હતા. જો કે પરિવારના સભ્યોનો ટેકો તેમની સાથે રહ્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, દરેક રાજનેતાને તેમની માતા પાસેથી બોધપાઠ લેવાની જરૂર છે. રાયબરેલીની જનતા અભૂતપૂર્વ ઉત્સાહમાં દેખાઈ રહી છે અને આગામી દિવસોમાં સોનિયા ગાંધીની તરફેણમાં જોરદાર મતદાન થશે. સોનિયા ગાંધીના રોડ શો વેળા લોકો સ્વયંભૂ પહોંચ્યા હતા.